fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત ૩૦ ગામ પસંદ કરાશે

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં તા.૧૦/૧૧/૨૦૨૧ થી સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ–૨૦૨૧ કાર્યક્રમ થનાર છે. તેમાં અમરેલી જિલ્લાના કોઈ પણ ૩૦ ગામોનો સમાવેશ કરાશે. ગામના નામો જાહેર કાર્ય વગર રેન્ડમલી નકકી કરીને તેમાં ભારત સરકાર દ્વારા નકકી કરેલી એજન્સીની ટીમ મહત્વપુર્ણ સરકારી કચેરી અને સાર્વજનીક સ્થળોએ સ્વચ્છતાની સ્થિતીનો તાગ મેળવશે. મુલ્યાંકન કરનારી ટીમ ગામની શાળા, આંગણવાડી, સ્વાસ્થ્ય કેન્દ્ર, હાટ બજાર, ધાર્મિક સ્થળે સફાઈની સ્થિતી અને વ્યવસ્થા જોશે. આ સાથે ગામના મહત્વપુર્ણ લોકોના મત પણ લેશે.

૧૦ નવેમ્બરથી ૩૧ ડીસેમ્બર વચ્ચે કોઈ પણ સમયે ટીમ અમરેલી જિલ્લાના કોઈ પણ ૩૦ ગામ પસંદ કરીને સર્વેક્ષણ કરશે ત્યારે આ માટે એકશનમાં આવેલા વહીવટી તંત્રએ ગામના સ્વચ્છતામાં રસ ધરાવતા યુવાનો અને આગેવાનોને વિવિધ કામગીરી સોંપી છે. આ સાથે સફાઈ માટે ગામના સરપંચ, તલાટીને પણ તાકીદ કરવામાં આવી છે. પ્રજાના મંતવ્યો પણ લેવાશે ત્યારે આ બાબતની ગામના લોકોને પણ અવગત કરવામાં આવી રહયા છે. ત્યારે આવા જાહેર સ્થળોની સફાઈની પણ ઝુંબેશ શરૂ કરી છે.તેમજ ગામના લોકોના ઓનલાઈન પ્રતિભાવ જાણવા ભારત સરકાર દ્વારા એક SSG-2021 મોબાઈલ એપ્લીકશેન તૈયાર કરેલ છે જે એન્ડ્રોઈડ મોબાઈલમાં PLAY STORE થી ડાઉનલોડ કરી જેમાં જિલ્લાના તમામ નાગરિકોના સ્વચ્છતાલક્ષી પ્રતિભાવ આપવા તેમજ તાલુકાના તમામ નાગરિક જેવા કે ગ્રામ્ય કક્ષાએ સ્થિત શિક્ષક, આંગણવાડી કાર્યકર, આશાવર્કર, ડોકટર, સબંધિત લાભાર્થી, નાગરિકો, આગેવાનો, સદસ્ય, પદાધિકારીઓ, બાળકો, યુવાનો કરી શકે છે. અને સારો પ્રતિભાવ પણ આપી શકે છે. આ એપ્લીકેશન જિલ્લાના તમામ નાગરિકો સુધી મળી રહે તે માટેની લીન્ક https://play.google.com/store/apps/details?id=com.geostat.ssgrameencf.twenine તથા ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ–૨૦૨૧ એપ્લકેશનનો ઉપયોગ આપના તાલુકાના તમામ નાગરિક જેવા કે ગ્રામ્ય કક્ષાએ સ્થિત શિક્ષક, આંગણવાડી કાર્યકર, આશાવર્કર, ડોકટર, સબંધિત લાભાર્થી, નાગરિકો, આગેવાનો, સદસ્ય, પદાધિકારીઓ, બાળકો, યુવાનો કરી શકે છે. આ એપ્લકેશન મારફત વધુમાં વધુ નાગરિકોનો પ્રતિભાવ મળી રહે અને વધુમાં વધુ સ્વયં રીતે સ્વચ્છતાના આ પર્વમાં જોડાઈ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય માટે પોતાની ફરજ બજાવી શકીએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/