fbpx
અમરેલી

સાવરકુંડલા માં માતૃત્વ અને શિશુની સંભાળનો દિવસ. સ્વસ્થ શિશુ એટલે તંદુરસ્ત સમાજ માતૃત્વ એ કુદરતે આપેલ અણમોલ ભેટ, મમતાની હેલી.. 

સાવરકુંડલા શહેરમાં ઠેર ઠેર  અર્બન હેલ્થ સેન્ટર ઉપલક્ષમાં આજે શહેરના વિવિધ વિસ્તારોમાં પણ માતા શિશુની સંભાળનો દિવસ.. આમ મમતા દિવસે જે તે વિસ્તારના સગર્ભા મહિલાઓની વિનામૂલ્યે તપાસ, રસીકરણ, લોહતત્વની ગોળીઓ આપવામાં આવે છે. અને પાંચ વર્ષ કે તેથી નીચેની વયના તમામ શિશુઓને વિનામૂલ્યે રસી આપવામાં આવે છે. આજે જે તે કેન્દ્રો પર સગર્ભા મહિલાઓને વિવિધ પ્રકારની આરોગ્યલક્ષી તપાસ અને માર્ગદર્શન પણ આપવામાં આવે છે. ગુજરાત સરકારની સગર્ભાઓની સલામત પ્રસુતિ માટે ચિરંજીવી યોજના, તેમજ જનની સુરક્ષા યોજના જેવી માતૃત્વ ધારણ કરવા માટે યોજનાઓની માહિતી તથા માર્ગદર્શન પણ આપવામાં આવે છે. ખાસકરીને સગર્ભા મહિલાઓને પણ પ્રસુતિ બાદ નવજાત શિશુને માતાએ પ્રથમ સ્તનપાન અડધા કલાકમાં કરાવવું, સગર્ભા માતાની સલામતી માટે દવાખાનામાં સુવાવડ કરાવવી, બાળક એક વર્ષનું થાય તે પહેલાં સંપૂર્ણ રસીકરણ કરાવવું, બાળકને ઝાડા થાય ત્યારે ઓ. આર. એસ. આપો જેવી સલાહ અને માર્ગદર્શન પણ આ દિવસે સગર્ભાને વિવિધ કેન્દ્રો પરથી મળતું હોય છે. પ્રસ્તુત તસવીરમાં સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીની પાંચ માસની પૌત્રી ધાર્વી અહીં હાથસણી રોડ આંખની હોસ્પિટલ પાસે આવેલ નાગનાથ સોસાયટીમાં આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર ૪૩ આંગણવાડી સંચાલક રેખાબેન બોરીસાગર, આશાવર્કર જયશ્રીબેન અને અર્બન હેલ્થ સેન્ટરના એએનએમ. નર્સ બેન વેકરીયા શ્રધ્ધાબેન શિશુની તપાસ જેવું કે વજન, રસીકરણ અંગે પૂછપરછ તથા માતૃત્વની સંભાળ વિશે સલાહ અને માર્ગદર્શન આપતાં જોવા મળે છે. મહિનાના દર ત્રીજા બુધવારે અહીં નિયમિત ઉપસ્થિત રહીને સગર્ભા અને શિશુઓને તમામ તપાસ અને જરૂરી માર્ગદર્શન  આપે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/