fbpx
અમરેલી

લાઠી ખાતે તમાકુ વિરોધી ઝુંબેશ અને દંડ વસુલાત મેગા ડ્રાઇવ

લાઠી ખાતે તમાકુ વિરોધી ઝુંબેશ અને દંડ વસુલાત મેગા ડ્રાઇવ આજ રોજ તા.૧૬ મે નાં રોજ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય શાખા અમરેલી અને તાલુકા હેલ્થ ઓફિસ લાઠીના સંયુક્ત ઉપક્રમે શહેરના વિવિધ વિસ્તારમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ – ૨૦૦૩ (કોટપાએક્ટ ૨૦૦૩) કાયદાની અમલવારી કરવામાં આવી. જેમાં તમાકુની બનાવટો વેચતી દુકાનોમાં ચેકીંગ હાથ ધરી કસૂરવારો પાસેથી તમાકુ નિયંત્રણ અધિનિયમ – ૨૦૦૩ ની કલમ અંતર્ગત કુલ ૧૩ કેસ કરી રૂ.૨૬૦૦/- નો દંડ વસુલવામાં આવેલ. શાળા ના પરિસર ની આસપાસ ૧૦૦ વાર ની ત્રિજ્યા માં અને ૧૮ વર્ષ થી નાના બાળકો ને તમાકુ ની બનાવટો નું વેચાણ ગુનો બને છે. તમાકુ મુક્ત સ્વસ્થ સમાજ ની રચના માટે આરોગ્ય તંત્ર દ્વારા માર્ગદર્શક પત્રિકા નું વિતરણ કર્યું હતું. તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. આર. મકવાણા ના નેતૃત્વ માં સમગ્ર કાર્યક્રમ નું આયોજન બાલમુકુન્દ જાવિયા, રિયાઝ મોગલ, નરેશ જેઠવા અને નેમિશ દવે દ્વારા કરવા માં આવેલ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/