fbpx
અમરેલી

ડો. ભરત કાનાબારનું એ ટ્વીટ ખૂબ મનનીય અને આંખ ઉઘાડનારું ટ્વીટ કહી શકાય

આમ તો અમરેલી જિલ્લામાં સમયોચિત કડવું અને વાસ્તવિક કહેણ કહૈનારા ડો. ભરત કાનાબારે દબાણ હટાવ ઝૂંબેશને પોતે પોતાના શબ્દોમાં કઈ રીતે મૂલવી છે તે ખૂબ સચોટ અને ધારદાર અને વેધક શબ્દોમાં રજૂ કર્યું.. અને આમ જોઈએ તો એ વાતમાં તથ્ય પણ જણાય છે કે ગરીબોની આજીવિકા ના છીનવાય એ પણ આવશ્યક છે કારણ કે આ રોજીરોટી રળનારા પોતાના શ્રમ અને મહેનત દ્વારા પોતાના પરિવારનું ભરણપોષણ કરતાં હોય છે.. તંત્ર જ્યારે રોજગારી આપી નથી શકતું તો કમસેકમ ગરીબોના રોજગાર છીનવાય તો નહીં.. એમાં શાની  મોટી બહાદુરી ગણાય? અને આમ ગણો તો શહેરની સુંદરતા માટે આગવું આયોજન હોવું જોઇએ અને ભવિષ્યના સો વર્ષનો વિચાર કરીને શહેર કે ગ્રામ્યની રચનાનો રોડમેપ તૈયાર કરવો જોઈએ. અને વર્ષોથી જે પ્રકારે આ સંદર્ભે કોઈ આયોજન થયું હશે કે કેમ? એ તો રામ  જાણે. શહેરમાં નિર્માણ પામતી સોસાયટીઓ કે શોપિંગ કોમ્પલેક્ષ માટે પર્યાપ્ત પાર્કીંગ નથી કરી શક્યા એ પણ વાસ્તવિકતા છે. હવે આ સંદર્ભે વાત કરવાની છે સાવરકુંડલા શહેરમાં ચાલેલા દબાણ હટાવ ઝૂંબેશની.. એક મોટી ફોજ સાથે જાણે કોઈ યુધ્ધના મેદાનમાં ઉતર્યા હોય તેમ આખું તંત્ર દબાણ હટાવ ઝૂંબેશ માટે લાગી પડ્યું હતું. શું શહેર રળિયામણું થયું? ઓટા, દબાણો, બોર્ડ બેનર કાચા પાકા દબાણો, કેબીન, લારી ગલ્લા દબાણ હટાવ ઝૂંબેશ અંતર્ગત દૂર કરવામાં આવ્યાં. અરે આજસુધી એ તૂટેલા ઓટા પરથી દુકાન પર ચડતાં વેપારી કે ગ્રાહકોએ કેટલી હાલાકી ભોગવતાં એ તો એ.સી.ચેમ્બરમાં બેસતાં તંત્રવાહકોને ક્યાંથી ખબર હોય? ધીરે ધીરે ઓટા દબાણ બેનર કે લારી ગલ્લા રાખવાની શરૂઆત થઈ હોય તેવું જણાય છે તો દબાણ હટાવ ઝૂંબેશની ફલશ્રુતિ શું?? કદાચ ચૂંટણી નજીક આવતાં હજુ પણ ઘણાં ફેરફારો થશે..એટલે સવાલ સિસ્ટમ પર છે…

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/