fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના તાલુકા કક્ષાએ સરદારધામ ટીમની નિમુણંક કરવામાં આવી

સમાજની એકતાને સંગઠિત કરીને રાષ્ટ  નિર્માણમાં શૈક્ષણિક માધ્યમથી સહભાગી કઈ રીતે થઈ શકાય તેનું તેજસ્વી ઉદાહરણ સરદાર ધામ છે. સરદાર ધામના માધ્યમથી પટેલ સમાજના અનેક વિદ્યાર્થીઓ કારકિર્દીનું ઘડતર કરી શક્યા છે. સરકારી પરીક્ષાઓની તૈયારી માટેનું બેસ્ટ પ્લેટફોર્મ સરદારધામ પુરૂ પાડે છે. સરદારધામના સેવકપ્રમુખ શ્રી ગગજીભાઈ સુતરિયાના નેતૃતવમાં તાજેતરમાં જ અમરેલી જિલ્લા સરદારધામ ટીમની નિમુણંક કરવામાં આવી હતી. જિલ્લા કન્વીનર તરીકે શ્રી રાજેશ માંગરોળિયા અને સહકન્વીનર તરીકે શ્રી પ્રહલાદ વામજા, શ્રી સંજય માલવિયા, શ્રી હસમુખ પટેલ અને દિવ્યેશ વેકરિયા જેમ જિલ્લા યુવા કન્વીનર શ્રી ધર્મેશ વિસાવળિયા સહકન્વીનર રજની બોરસાણીયા અને મનીષ દેસાઇ ની  નિમુણંક કરવામાં આવી હતી. જે અંતર્ગત તાલુકા કક્ષાએ સરદારધામ ટીમ અને યુવા તેજ ટીમની નિમુણંક આજરોજ કરવામાં આવી છે.

                સરદારધામના પ્રકલ્પોને છેવાડાના ગામડા સુધી પહોંચાડવા અને સમાજના સેતુ તરીકે તાલુકા કક્ષાએ ટીમની સંરચના કરવામાં આવી. જેમા અમરેલી તાલુકા કન્વીનર તરીકે કૌશિકભાઈ હપાણી અને સહ કન્વીનર તરીકે હરેશભાઇ રૂપાલા તેમજ અમરેલી શહેર કન્વીનર તરીકે દિપકભાઈ ધાનાણી અને સહ કન્વીનર તરીકે લાલભાઈ પોકાર જ્યારે બાબરા તાલુકા  કન્વીનર તરીકે મહેશભાઇ ભાયાણી અને સહ કન્વીનર નરેશભાઇ દલસાણીયા ની વરણી કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે અમરેલી તાલુકા  યુવા તેજ કન્વીનર તરીકે આષીશ સોજીત્રા અને સહ કન્વીનર તરીકે શ્રી સંજયભાઈ લાભીયા તેમજ અમરેલી શહેર યુવા તેજ કન્વીનર તરીકે આદેશભાઇ સોરઠીયા સહ કન્વીનર તરીકે વિવેકભાઈ વિરપરા, અંકુરભાઈ જાવીય જેમ બાબરા તાલુકા યુવા તેજ કન્વીનર પ્રવીણભાઈ કરકર સહ કન્વીનર તરીકે મંથનભાઈ આંબલીયા  નિમણુક કરવામાં આવી.

લીલીયા તાલુકાના કન્વીનર તરીકે વિપુલ દુધાત અને ભરત શેખલિયા સહ કન્વીનર તરીકે. યુવા તેજમાં આનંદ ધાનાણી અને મનિષ ધામતની નિમુણંક કરવામાં આવી હતી. એવી જ રીતે લાઠી તાલુકા ટીમમાં ભરતભાઈ બોદર અને ગણેશભાઈ વિરમગામની નિયુક્તિની સાથે યુવા તેજમાં મનિષ સોજીત્રા અને નિકુંજ કોટડિયાની વરણી કરવામાં આવી હતી. સાવરકુંડલા તાલુકામાં પ્રતિક નાકરાણી અને રૂપેશ વેકરિયાની વરણીની સાથે યુવા તેજમાં જતિન માલાણી અને જયસુખ સુતરિયાની નિયુક્તિ કરવામાં આવી હતી. આ જ રીતે ખાંભા તાલુકા ટીમમાં વિનોદ માંડણકા અને પ્રકાશ ઢોલરિયાની ટીમમાં યુવા તેજ તરીકે સંજય હિરપરા અને પંકજ બોદરની નિયુક્તિ કરવામાં આવી હતી.

કુંકાવાવ તાલુકા ટીમમાં ધર્મેન્દ્ર પાનસુરિયા અને હસમુખ ઢોલરિયાની નિમુણંક કરવામાં આવી. યુવા તેજમાં મનિષ ભેસાણિયા અને અલ્પેશ બુહાની વરણી કરવામાં આવી. ધારી તાલુકા ટીમમાં પ્રવિણ કસવાલા અને ચિરાગ માલવિયા જ્યારે તેમની સાથે યુવા તેજમાં મૃગેશ કોટડિયા અને ચિંતન રંગપરિયાની નિમુણંક કરવામાં આવી હતી. રાજુલા તાલુકામાં વિનુભાઈ  સુવાગિયા અને રમેશભાઈ ડોબરિયાની તાલુકા ટીમમાં અને યુવા તેજમાં અંકિત વેકરિયા અને ભાર્ગવ કસવાલાની નિમુણંક કરવામા આવી. દામનગર શહેરમાં પ્રિતેશ નારોલા અને પ્રકાશભાઈ તજાની નિમુણંક શહેર ટીમમાં કરવામાં આવી હતી. એ જ રીતે બગસરામાં વિઠ્ઠલભાઈ હિરાણી અને રાજેશભાઈ વઘાસિયાની ટીમમાં યુવા તેજ મહેશ તળાવિયાની વરણી કરવામાં આવી હતી. બગસરા શહેરમાં અરજણભાઈ સોજીત્રા અને મુકેશભાઈ ભુવાની ટીમમાં યુવા તેજ જગદિશ લુણાગરિયા અને મહેશ ભુવાની નિયુક્તિ કરવામાં આવી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/