fbpx
અમરેલી

જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

 જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં છેલ્લા ત્રણ વર્ષમાં બનેલી અકસ્માત ઘટનાઓ સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં વર્ષ ૨૦૨૧ની સરખામણીમાં વર્ષ ૨૦૨૨ અને વર્ષ ૨૦૨૩માં અત્યાર સુધીમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુનું પ્રમાણ ઘટ્યું છે. અમરેલી શહેર અને જિલ્લામાં રોડ પર સફેદ પટ્ટા લગાવવા, રોડ પર બમ્પ લગાવવા, સાઈનએજ મૂકવા, ટ્રાફિકની સમસ્યા અને સંભવિત અકસ્માતને ટાળવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.

       બાઢડા નજીક રેલ્વે સ્ટેશન  છે જ્યાં બાજુની જગ્યાએ બંને સાઈડ રોડના વળાંકો છે. અહીં વળાંકમાં રેલીંગ બનાવવા બાબતે કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. ઉપરાંત જિલ્લામાં રસ્તાઓની સુધારણા બાબતે પણ સંબંધિત અધિકારીશ્રીઓ સાથે જિલ્લા કલેક્ટરશ્રીએ ચર્ચા કરી ઘટતું કરવા સૂચના આપી હતી. આગામી સમયમાં અમરેલી શહેરમાં સેન્ટર પોઇન્ટ સર્કલ પર ચાર રસ્તા પર અકસ્માતની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને બમ્પ મૂકવામાં આવશે. રાજુલા ડેમ વાળા વિસ્તારમાં અને અમરેલી શહેરના ઠેબી ડેમ વાળા વિસ્તારમાં રોડના વળાંકો છે. અહીં પણ સાઈડ ક્રેશ બેરિયર અને રેલીંગની જરુરિયાતોને ધ્યાનમાં રાખીને યોગ્ય કાર્યવાહી આગામી સમયમાં કરવામાં આવશે. બેઠકમાં છેલ્લા ત્રણ વર્ષનો રોડ અકસ્માત રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો. બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી હિમકરસિંઘ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વોરા સહિતના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/