fbpx
અમરેલી

લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન

લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન તા.૧૪ જૂન ના રોજ વિશ્વ રક્તદાતા દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું છે. થેલેસેમિયા, સિકલ સેલ એનીમિયા અને લોહ તત્વ ની ઉણપ ને લીધે થતા ઘણા ગંભીર રોગો માં દર્દીઓ ને વારંવાર લોહી ચડાવવાની જરૂરત પડતી હોય છે. ઉપરાંત, જોખમી સગર્ભા ને પ્રસુતિ સમયે પણ લોહીની ખૂબ જરૂરિયાત રહેતી હોય છે. એક્સિડન્ટ ને લીધે થતી ઈજાઓ માં જરૂરિયાત વાળા દર્દીઓ ને તાત્કાલિક લોહી મળે તો તો તેનું જીવ બચી શકે તેમ હોય છે. આમ લોહી માનવજીવન બચાવવા માટે ખુબજ મહત્વનું પરિબળ છે. આ જ કારણોસર તાલુકા હેલ્થ ઓફિસ લાઠી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાવંડ દ્વારા નિયમિત રીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આજ રોજ ડો આર આર મકવાણા, ડો મુકેશ સિંગ, ડો સાગર પરવડિયા, બાલમુકુંદ જાવિયા અને ધર્મેશ વાળા એ લાઠી ના મુખ્ય માર્ગો પર માઇક પ્રચાર, બેનર અને પત્રિકા વિતરણ દ્વારા રક્તદાન વિશે જનમાનસ માં રહેલી આશંકા દૂર થાય અને રક્તદાન ની સમાજ માં ઉપયોગીતા વિશે આરોગ્ય શિક્ષણ આપી લોક જાગૃતિ નો પ્રયાસ કરેલ હતો. જેને લોકો દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો હતો. ઉપરાંત,  સેવાભાવી સંસ્થાઓ સાથે મીટીંગ યોજી વધુ માં વધુ લોકો આ કેમ્પ માં ભાગ લે તેવી આરોગ્ય અધિકારી ડો આર આર મકવાણા ને જાહેર અપીલ કરી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/