fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં ધારી મુકામે નિવૃત્ત જિલ્લા પોલીસ અધિક્ષક રઘુરાજસિંહજી દિલીપસિંહજી ઝાલાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

ગુજરાત રાજ્યમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં ન ભુતો ન ભવિષ્યતિ જેવા વિરલ વ્યક્તિત્વનાં માલીક આઇ.પી.એસ.આર.ડી.ઝાલાનાં લાડકા નામથી સામાન્ય પ્રજામાં ઓળખાતા.જેઓ હવે આ પ્લેનેટ ઉપરથી વિદાઈ લઈ ચૂક્યા છે ત્યારે તેમની કર્મભૂમિ ધારી મુકામે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમનાં સુપુત્ર હરિરાજસિંહ ઝાલાને સાંત્વના પાઠવવા ખૂબજ મોટી સંખ્યામાં રાજકીય,સામાજિક,શૈક્ષણિક આગેવાનો હાજર રહ્યા હતા.અમરેલી એસ.પી.હિમકર સિંહ , અમરેલી ડી.વાય.એસ.પી.અશોકસિંહ ગોહિલ, સાવરકુંડલા ડી.વાય.એસ.પી.હરેશ વોરા સહિત સમગ્ર રાજ્યમાં થી ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોતાનાં દેવ સમાન આ મહા માનવને આજે મનભરીને વાગોળવા એકઠા થયા હતા. આજે ૮૬ વરસની વયોવૃદ્ધ ઉંમરે વિદાઈ લઈને પણ એક એકની આંખોમાં યાદનાં આંસુ છલકતા રોકી શકાતા ન હતા.સ્થાનિક ધારાસભ્ય કાકડિયા, ઝાલા સાહેબનાં માનસ પુત્ર સમાન,ધારી સરપંચ જીતુભાઈ જોષી, પૂર્વ ધારાસભ્ય કોટડીયા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ડો જસાણી વગેરે એ પણ પુષ્પાંજલિ અર્પી હતી. હોદ્દાનો વટ હોય પણ ચારિત્ર્યનો પ્રભાવ પડે, મોગલ સમ્રાટ અકબર નો વટ હોય પણ મહારાણા પ્રતાપ નો પ્રભાવ હોય, સારાયે પોલીસ અધિકારીઓનો વટ હોય પણ પ્રભાવ તો આર.ડી.ઝાલાનો જ હોય.જેમનાં પિતાજી અને ઝાલા સાહેબે એકજ દિવસે પોલીસ ઇન્સ્પેકટરનો ચાર્જ સંભાળ્યો હતો તેવા સાવરકુંડલા પ્રતાપભાઇ ખુમાણે સ્વ.સાહેબની સરળતા અને નિખાલસતાની વાતો કરી હતી. અને અમદાવાદથી પ્રકાશિત થતાં લોક 

પત્રિકાનાં તંત્રી અવેશ માલવીયાએ આ સુપર કોપ ક્ષત્રિય રત્નની જાણી અજાણી વાતો,

ફોટોગ્રાફ એકત્ર કરી અને પોતાનાં દ્વારા પ્રકાશિત કરી આપવાનાં પોતાનાં સંકલ્પ વિશેની જાણકારી આપી હતી. તદઉપરાંત આ પુસ્તકના વેચાણથી થનારી આવક અમરેલી જિલ્લાનાં પોલીસ પરિવારનાં શિક્ષણ માટે જ વાપરવામાં આવશે તેવી જાહેરાત પણ પ્રતાપભાઇ ખુમાણ દ્વારા કરવામાં આવી હતી. અંતમાં એક અપીલ કરવામાં આવી છે કે, જે કોઈ પણ પાસે સ્વ. આર.ડી.ઝાલા સાહેબનાં ફોટોગ્રાફ્સ કે તેમની હજી સુધી બહાર ન આવેલી નાની મોટી વાતો તેમનાં પુસ્તકમાં સમાવવા માટે,પ્રતાપભાઇખુમાણ સનરાઈઝ સ્કૂલ સાવરકુંડલા. મો.૯૮૯૮૭૭૩૫૧૬ અથવા khuman1011@gmail.com ઉપર મેઈલ કરો અથવા વોટસએપ કે પોસ્ટ, કુરિયર મારફત મોકલી આપશો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/