fbpx
અમરેલી

ગૂજરાત રાજ્ય ની ઈમરજન્સી સેવા 108 ના ઓપરેશન હેડ સતીશ પટેલ સાહેબ અમરેલી જિલ્લા ની ખાસ મુલાકાતે

આજરોજ રાજ્ય સરકાર દ્વારા કાર્યરત અને ઇ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસીસ ના દ્વારા સંચાલિત 108 ઈમરજન્સી સેવા અને ખીલખીલાટ સેવાના ગુજરાતના રાજ્ય ના ઓપરેશન હેડ શ્રી સતીશ પટેલ સાહેબ દ્વારા આ સેવાને વધુ સુદ્રઢ બનાવવામાં હેતુથી આજરોજ અમરેલી જિલ્લાની ખાસ મુલાકાત કરવામાં આવી હતી, તેમજ અમરેલી જિલ્લા ની સમગ્ર ટીમ ને તેમના કર્યા વિશે વધુ મા વધુ સારી રીતે લોકો ને સેવા મળી રહે અને છેવાડાના માનવી સુધી 108 અને ખીલખીલાટ સેવાનો લાભ મળે તે ઉદ્દેશ્ય સાથે જરૂરી માર્ગદર્શન અને સુજાવો પૂરા પાડ્યા હતા તેમજ 24*7 એટલે કે ચોવીસ કલાક અને સાતેય દિવસ સેવા આપતા 108 ના કર્મચારીઓની મુલાકાત લઈ એમની કામગીરી માટે અને ખાસ કરી ને બીપોરજોય વાવાઝોડા દરમિયાન કરેલી કામગીરી ને લીધે બિરદાવવામાં આવ્યા હતા. તેમજ વધારે વરસાદ અને અતિવૃષ્ટિ જેવા સમયગાળા માં તેમજ અંતરિયાળ વિસ્તારમાં માં પણ કોઈ પણ ઈમરજન્સી ને પોહોચી વળવા માટે 108 અને ખીલખીલાટ ની ટીમને યોગ્ય અને જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ઇમરજન્સી સમયે 108 મા થતી સગર્ભા માતાઓની અને નવજાત શિશુઓ અને દરેક દર્દી ની વધુ મા વધુ સારી રીતે કાળજી લેવામાં આવે અને તેમજ ટીમને તેમની સરાહનીય કામગીરી માટે બિરદાવવામાં આવ્યા હતા અને અમરેલી જિલ્લા ના 108 અને ખીલખીલાટ સેવાના કર્મચારીઓ ની મુલાકાત મુલાકાત લીધી હતી તેમજ જિલ્લા મા 1962 એનિમલ હેલ્પલાઇનની સેવા ના દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાની મુલાકાત કરી ટીમને મોટીવેશન પૂરું પાડ્યું હતું. તેમજ અમરેલી જિલ્લા ના 108 ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ અમાનતઅલી નકવી અને યુવરાજસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યાં હતા અને વધુ મા વધુ સારી રીતે કામ કરી શકે તે માટે ટીમનો જુસ્સો વધારવા મા આવ્યો હતો. હાલ અમરેલી જિલ્લા મા કુલ 23 જેટલી 108 એમ્બ્યુલન્સ (બેક અપ એમ્બ્યુલન્સ સાથે) અને 15 જેટલી ખીલખીલાટ સેવાની વાન ની સેવા કાર્યરત છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/