fbpx
અમરેલી

મધ્યાહ્ન ભોજન યોજનામાં ખાધતેલ નહી મળતા અમરેલી જિલ્લાના ૨૦૦ કરતા વધુ કેન્દ્રો પર રસોઈ કામ બંધ રહેશે, ૧૯૦૦૦ હજારથી વધુ બાળકોને ભોજન પીરસી શકશે નહીં

અમરેલી મધ્યાહ્ન ભોજન યોજનામાં ખાધતેલ નહી મળતા અમરેલી જિલ્લાના ૨૦૦ કરતા વધુ કેન્દ્રો પર રસોઈ કામ બંધ રહેશે.અમરેલી જિલ્લાના ત્રણ તાલુકા અમરેલી-વડીયા-બગસરામાં મધ્યાહ્ર ભોજન યોજના માટે શાળામાં રસોઈ બનાવવા આપવામાં આવતુ ખાધતેલ માહે જુલાઈ-૨૦૨૩ ના માસ માટેનું નહી મળતા ત્રણ તાલુકાના ૨૦૦ કરતા વધુ કેન્દ્રો પર રસોઈ કામ બંધ રહે અને બાળકો ભોજનથી વંચિત રહે તેવી સ્થિતીનું નિર્માણ થયેલ છે.

જિલ્લામાં ઓનલાઈન પરમીટ ઈસ્યુ કરવામાં આવેલ છે. પરંતુ જિલ્લાના ત્રણ તાલુકા જેવા કે અમરેલી—વડીયા તથા બગસરા તાલુકાના નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ઉપર ખાધતેલ ઉપલબ્ધ નહી હોવાના કારણે ૧૯૦૦૦ હજાર બાળકોને ભોજન પીરસી શકાશે નહી. છેલ્લા બે માસથી પુરવઠા નિગમ દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં મ.ભો.યો.નો જથ્થો સમયસર પહોંચાડવામાં આવતો નથી. અને ખાસ કરીને ખાદ્યતેલ – તુવેરદાળ તથા ચણા

નું લીફટીંગ જે તે તાલુકાની જરૂરીયાત ધ્યાને લીધા વગર કરવામાં આવી રહયું છે. એમ

મ.ભો.યો. કર્મચારી સંઘ (ગુ.રા.) ના મહામંત્રીશ્રી હસુભાઈ જોષીની યાદી જણાવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/