fbpx
અમરેલી

વી.ડી.કાણકિયા કોલેજ, સાવરકુંડલામાં એન.સી.સી. અને એન.એસ.એસ. યુનિટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

  નૂતન કેળવણી મંડળ સંચાલિત  વી.ડી.કાણકિયા આર્ટ્સ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે કાર્યરત એન.સી.સી. અને એન.એસ.એસ. યુનિટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સાવરકુંડલા/લીલીયા વિસ્તારના  ધારાસભ્ય મહેશભાઇ કસવાલા, અતિથિવિશેષ ભરતભાઈ ચાંદુ (RFO) સામાજિક વનિકરણ, સા.કુંડલા તથા  પ્રતાપભાઈ ચાંદુ (RFO) વનવિભાગ, સા.કુંડલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

નૂતન કેળવણી મંડળના ઉપપ્રમુખ મુકુંદભાઈ નાગ્રેચા, મેનેજિંગ ટ્રસ્ટી જયંતીભાઈ વાટલીયા, કારોબારી સભ્ય અષ્ટકાંતભાઈ સૂચક, જનકભાઈ ઉપાધ્યાય તથા રાજુભાઈ દોશી, સુરેશભાઈ પાનસુરીયા, રાજુભાઈ શિંગાળા, શરદભાઈ પંડ્યા, પ્રવીણભાઈ સાવજ, કેશુભાઈ વાઘેલા, લલીતભાઈ મારુ વગેરે ભાજપ અગ્રણીઓ તથા પત્રકાર મિત્રોની પ્રેરક ઉપસ્થિત રહી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડો.એસ.સી.રવિયાએ કાર્યક્રમને અનુલક્ષીને પ્રાસંગિક ઉદબોધન કરી વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ અને પર્યાવરણનું મહત્ત્વ સમજાવેલ. એન.સી.સી.કેડેટ્સ અને એન.એસ.એસ.વોલેન્ટીયર્સની ઉપસ્થિતિમાં કાર્યક્રમના મુખ્ય મહેમાન મહેશભાઈ કસવાલા તથા અન્ય મહેમાનો તથા ટ્રસ્ટીઓના હસ્તે કોલેજ કેમ્પસમાં વિવિધ પ્રકારના વૃક્ષો વાવવામાં આવેલ. 

   સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના પ્રિ.ડો.એસ.સી.રવિયા તથા એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો.એમ.જે.પટોળીયા, એનસીસી કમાન્ડિંગ ઓફિસર ડો.એલ.એલ.ચૌહાણ તથા કોલેજના સમગ્ર સ્ટાફ ગણે જહેમત ઉઠાવેલ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/