fbpx
અમરેલી

સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા સંચાલિત જેસર રોડ પર સ્થિત સાવરકુંડલા સહજાનંદ શાળાનું ગૌરવ 

સાવરકુંડલા જેસર રોડ પર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત છેલ્લા ૩૩ વર્ષથી અવિરત પણે ચાલતી ખ્યાતનામ શાળા શ્રી સહજાનંદ પ્રાથમિક વિદ્યાલય તથા શ્રી સ્વામિનારાયણ માધ્યમિક વિદ્યાલયમાં ૫૫૦ બાળકો અભ્યાસ કરી રહ્યા છે જેમાં તાજેતરમાં ગુજરાત સરકારશ્રી દ્વારા લેવાયેલ જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા ૨૦૨૩-૨૪માં ધોરણ આઠની આ શાળાની વિદ્યાર્થીની પલક રાજેશભાઈ ડોડીયાએ સમગ્ર સાવરકુંડલા તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે. જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા ૨૦૨૩-૨૪ તારીખ ૧૧/૬/૨૦૨૩ના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં યોજવામાં આવેલ જે ૧૨૦ ગુણની પરીક્ષામાંથી ૯૮ ગુણ મેળવી સમગ્ર સાવરકુંડલા તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે. ગુરુકુળ સંસ્થાના વડા પૂજ્ય ભગવત સ્વામીજી તથા પ્રમુખશ્રી શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઘનશ્યામભાઈ કનકોટિયા સાહેબ તેમજ આચાર્યશ્રી ગીરીશભાઈ વ્યાસ સાહેબે આ વિદ્યાર્થીનીને ખૂબ ખૂબ અભિનંદન સાથે આશિષ આપી બિરદાવેલ છે. આમ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થામાં શિક્ષણ, ચારિત્ર્ય અને સંસ્કારનું અનોખું ઘડતર થઈ રહ્યું છે તેનો બોલતો પુરાવો અત્રે ઉલ્લેખનીય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/