fbpx
અમરેલી

જમ્મુ કાશ્મીર, ઉતરાખંડ તેમજ કોલંબિયા અને ઈસકોન બ્રીજ પર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર દક્ષિણ અમેરિકાના કોલંબિયા ખાતે ભૂસ્ખલન થતાં 14 લોકોનાં જમીન હેઠળ દબાઈ જવાથી મૃત્યુ થયા હતા.  કવેટમ શહેરમાં આ ઘટના બની હતી. આ ઉપરાંત જમ્મુના કઠવામાં વરસાદ બાદ પુર અને ભૂસ્ખલનથી આઠ લોકોના કરુણ મૃત્યુ થયા છે. તેવી જ રીતે સિયાચીન ખાતે સૈનિક છાવણીના ટેન્ટમાં આગ લાગતા એક અધિકારીનું મૃત્યુ થયું હતું. બીજી તરફ ઉત્તરાખંડમાં ચમોલી પાસે નમામિ ગંગે પ્રોજેક્ટની સાઈટ પર વીજ કરંટ લાગતા 16 લોકોના દુઃખદ મૃત્યુ થયા હતા. ઘોઘા તાલુકાના અંધારિયાવાડ ખાતે વીજળી પડતાં એક યુવકનું મોત થયું છે. 

       ગઈકાલે રાત્રે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર એક અત્યંત કરુણ માર્ગ અકસ્માતમાં ૯ લોકોનાં મોત થયા છે. આ રીતે છેલ્લા બે ત્રણ દિવસોમાં જ ભારતમાં અને વિશ્વમાં 50 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. પૂજ્ય મોરારીબાપુ એ આ તમામ મૃતકોને એમની શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રુપિયા પંદર હજાર લેખે સહાયતા રાશિ અર્પણ કરી છે. હનુમાનજીની સંવેદના રુપે મોકલવામાં આવી રહેલી આ રકમ કુલ મળીને રુપિયા સાત લાખ પચાસ હજાર થાય છે. અમેરિકા સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા કોલંબિયાની સ્થાનિક કરન્સી પ્રમાણે આ રાશિ અર્પણ કરવામાં આવશે. 

       પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને એમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દિલ સોજી પાઠવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/