fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે દીકરીઓને પોતાના સ્વ રક્ષણ અને હથિયારનો ડર દૂર કરવા પાંચ દિવસનો શિક્ષા વર્ગ અને ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ યોજાશે

સાવરકુંડલા ખાતે દીકરીઓને પોતાના સ્વ રક્ષણ અને હથિયારનો ડર દૂર કરવા પાંચ દિવસનો શિક્ષા વર્ગ અને ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ યોજાશે.
દુર્ગાવાહિની દ્વારા યુવતિઓ પર અત્યાચાર અને જુલમો રોકવા તલવારબાજી, લાઠી પ્રહાર અને કરાટે શીખવાડવામાં આવશે.

             વિશ્વ હિન્દુ પરિષદની એક પાંખ પ્રેરિત મહિલા સંચાલિત દુર્ગાવાહીની દ્વારા પાંચ દિવસ માટેનો દીકરીઓ માટે નો એક શિક્ષા વર્ગ યોજવામાં આવશે. યુવતિઓ પર થતા અત્યાચાર અને તેમના પર થતા જુલમ રોકવા દુર્ગાવાહિની દ્વારા વિશેષ રીતે યુવતીઓ તથા મહિલાઓને તાલીમ આપી પોતાની સ્વ રક્ષા (સેલ્ફ ડિફેન્સ) કરી શકે તેવા હેતુથી તલવારબાજી, લાઠી ના વિવિધ દાવો, લાઠી દ્વારા પ્રહાર અને કરાટે શીખવાડવાની તાલીમ આપવામાં આવશે.
           નારીમાં હથિયારોનો ડર દૂર કરવા તેમજ પોતાનું રક્ષણ પોતે જાતે કરી શકે તે માટે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે પાંચ દિવસનો શિક્ષા વર્ગ યોજવામાં આવશે. દુર્ગાવાહિની દ્વારા સાવરકુંડલા શહેરમાં શ્રાવણ મહિનામાં પાંચ દિવસનો દીકરીઓ માટેનો એક શિબિર રાખવામાં આવેલ છે. આ નિઃશુલ્ક શિબિરમાં તલવારબાજી, દંડ, લાઠી પ્રહાર, નિયુદ્ધ કરાટે શીખડાવવામાં આવશે. આ શિક્ષા વર્ગમાં પોતાનું નામ રજીસ્ટ્રેશન આગામી તારીખ ૧૫/૦૮ સુધીમાં મોબાઈલ નંબર – ૮૪૦૧૨ ૮૩૭૮૯ ઉપર કરાવવું પડશે. અગાઉ રજીસ્ટ્રેશન ફરજીયાત હોવાથી ૧૩ વર્ષથી ૩૫ વર્ષ સુધીની દીકરીઓ માતાઓ આ વર્ગમાં લાભ લઈ શકશે. જેમાં દરેક જ્ઞાતિઓ અને સમાજની દીકરીઓને જોડાઈ શકશે અને આત્મનિર્ભર બની શકશે. કોઈપણ પરિસ્થિતિમાં કોઈ પણ દીકરી પોતાનું સ્વ રક્ષણ કરી શકે એટલી સક્ષમ બનાવવામાં આવશે.  આ શિબિરમાં દુર્ગાવાહિની દ્વારા દીકરીઓએ પોતાનું સ્વરક્ષણ કઈ રીતે કરવું અને તે માટે શસ્ત્ર વિદ્યા શીખવવામાં આવશે. આ સાથે વર્ગમાં રહેલી તમામ બહેનોને ત્રિશુલ દીક્ષા પણ આપવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/