fbpx
અમરેલી

સત્ય મેવ જયતે રાહુલ ગાંધી ને સર્વોચ્ચ ન્યાયાલયે સ્ટે આપતા સાંસદ પદ ઉપર જેમ ૧૨ કલાક માં સસ્પેન્ડ કર્યા તેમ પુનઃ સ્થાપિત કરતો આદેશ કાયદા નું ખોટુ અર્થઘટન ભાજપ ને ભારે પડ્યું વાયનાડ ની જનતા ના હક્ક અધિકાર ની જીત પૂર્વ સાંસદ ઠુંમર

અમરેલી હિન્દુસ્તાનની સુપ્રીમ કોર્ટ ઉપર પુરો વિશ્વાસ હતો અને છે રાહુલ ગાંધી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી સાચો ન્યાય મળ્યો છે તેને ખુબ આવકારૂં છું તેમ જણાવી અમરેલીના પુર્વ સાંસદશ્રી વિરજીભાઇ ઠુંમરે એક પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવ્યું હતું કે, જેઓ મોદી અટક ધરાવતા ન નથી તેમની મુળ અટક પુર્ણેશ ભુતાળ છે તેવું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે પરંતુ ભાજપનાં દેખાડવાનાં અને ચાવવાનાં દાંત જુદા છે. દિલ્હી થી જ ભાજપની ગંગોત્રી મેલી છે તો છેવાડા સુધી વધારે ગંદી થઈ જતી હોય છે. જુઠ્ઠું બોલવું એકમાત્ર કાર્ય હોય તેવું લાગી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા સારાય દેશમાં ભાગી ચુકી છે. બહેન-દિકરી સલામત નથી વાયબ્રન્ટ ઇન્ડીયા નહી પરંતુ ધ્રુજતું ઇન્ડીયા બન્યું છે. નશીલું પંજાબ નહી પણ ડોલતું ગુજરાત બન્યું છે. નશાકારક પ્રવૃતિ ભાજપ નાં જ કાર્યકરો કરી રહ્યાં છે તેવા સમયે ભારતની સુપ્રિમ કોર્ટે રાહુલ ગાંધીની તરફેણમાં ચુકાદો આપી રાહુલ ગાંધી એ ગાંધી નહી પરંતુ યુવાનો અને દેશ માટે ભાજપ સામે આંધી બનવાનાં છે. INDIA ગઠબંધન એ ભારતનું ભવિષ્ય બનવાનું છે ત્યારે ભાજપની બોલતી બંધ થઈ ગઈ છે ભાજપનાં જ કાર્યકરોમાં પત્રીકા છપાવી તેમનાં આગેવાનો પેનડ્રાઇવ બનાવી સુરત-અમદાવાદ-અમરેલી અને સારાય ગુજરાત અને દેશમાં વહેંચી રહ્યા છે ત્યારે દેશની જનતાએ ગુજરાતે અને ખાસ કરીને ડો.જીવરાજ મહેતા નેતૃત્વની સાથે ગુજરાતની સ્થાપના થઈ તે અમરેલી જિલ્લાએ ફરી વખત સુકાન સંભાળી ભાજપને ધરમુળ માંથી સાફ કરવાનો નિશ્ચય કરવો પડશે તેમ શ્રી ઠુંમરે જણાવી વધારામાં જણાવ્યું હતું કે, દેશનાં વડાપ્રધાન ૫૦૦ થી વધારે રેલ્વે સ્ટેશન નવીનીકરણ નાં ઇ- ઉધઘાટન કરી રહ્યા છે તેમાં સાવરકુંડલા, દામનગર નો સમાવેશ હોઇ શકે પરંતુ તેને રેલ્વેથી ધમધમતું કરનાર કોણ છે તે પણ વિચારવાનો સમય પાકી ગયો છે. અમરેલી ને ૨ સાંસદ મળ્યા છે રાજયસભાનાં સાંસદ તો મંત્રી છે અને ૧૫ વર્ષ થી ચુંટાયેલા સાંસદ ફાંકા મારી રહ્યા છે સાવરકુંડલાના ધારાસભ્યશ્રી ૨૦ વર્ષથી સાવરકુંડલાને ક્યાં પહોંચાડયુ છે તેવી બાજી સુરત મુકામે કરી રહ્યા છે. હાલનાં ચુંટાયેલા સાંસદનું મુળ વતન સાવરકુંડલા તાલુકો છે ત્યારે હવે પ્રજાએ વિચારવું છે કે કેમ? તેવો વૈદ્યક સવાલ પુછી અમરેલી-ધારી-વિસાવદર નવા રેલ્વે સ્ટેશનનાં ખાતમુહુર્તમાં સમાવેશ થયો નથી તે શું જણાવી રહ્યું છે? તે પણ જાગૃત નાગરીકોએ અમરેલીને બ્રોડગેજ મળે તે માટે ભારત માતાના નારા સાથે આંદોલનને ટેકો જાહેર કરી ચુક્યો છું પણ ભારત માતા કી જય ના નારા સાથે અમરેલીની જય કયારે થશે તે કુદરત જ જણાવી શકે. ભાજપનો એકપણ માય નો લાલ કહી શકશે કે કેમ? તે સમયે સુપ્રિમ કોર્ટને ફરી અભિનંદન આપું છું. આ કાયદાના ખોટા અર્થઘટન કરીને રાહુલ ગાંધીને સાંસદ તરીકે ફરજો બજાવવામાં રોકે નહી અને તાત્કાલીક અસરથી તેનાં સાંસદ તરીકેના હકો સાથે ચુકાદાના ૨૪ કલાકમાં જેમ તેને સસ્પેન્ડ કર્યા હતા તેમ ફરી સાંસદ તરીકેની માનભર પદવી સાથે વાયનાડ ની જનતાની જે ચુકાદો આવ્યો છે અને રાહુલ ગાંધી સાંસદ બન્યા છે તે જનતાનો દ્રોહ ન કરે તેમ શ્રી ઠુમરે અંતમાં જણાવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/