fbpx
અમરેલી

બાબરામાં આવેલ જી.આઇ.ડી.સી. – ૨ માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL)ની કુલ બોટલો નંગ – ૩૨૪ કુલ કિં.રૂ.૮૬,૧૮૪/- નો મુદ્દામાલ પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી

દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ગઇ કાલ તા.૦૮/૦૮/૨૦૨૩ ના રોજ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે, અમીત ઉર્ફે મામુ ગોરધનભાઇ ખોખરીયા રહે. .બાબરા, અમરાપરા વાળાએ બાબરા, નીલવડા રોડ ઉપર આવેલ જી.આઇ.ડી.સી.- ૨ માં યોગીધારા મીની ઓઇલ મીલ પ્લોટ નં.૧૯૧/બી માં મગફળીના ફોફા રાખવાના રૂમમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે. જે બાતમી હકિકત અન્વયે રેઇડ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડેલ છે. તેમજ રેઇડ દરમિયાન મજકુર આરોપી હાજર મળી આવેલ ન હોય તેને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે. પકડાયેલ મુદ્દામાલ બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડવાનો બાકી આરોપીઃ-

અમીત ઉર્ફે મામુ ગોરધનભાઇ ખોખરીયા, રહે.બાબરા, અમરાપરા, ખોખરીયા શેરી, તા.બાબરા, જિ.અમરેલી.

→ પકડાયેલ મુદ્દામાલઃ-

ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ની મેગડોવેલ્સ નં.૧ કંપનીની ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલ નંગ-૩૨૪ કિં.રૂ.૮૬,૧૮૪/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ, તથા હેડ કોન્સ. નિકુલસિંહ રાઠોડ, મનીષભાઇ જાની, તથા પો. કોન્સ. રાહુલભાઇ ઢાપા દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/