fbpx
અમરેલી

શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત કાણકીયા કોલેજમાં ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ અંગે સેમિનાર યોજાયો

આજરોજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા,ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ,અમરેલી ડિવિઝન દ્વારા પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ અંગેના એક સેમીનારનું સાવરકુંડલા શહેરની કાણકિયા કોલેજ ખાતે આયોજન કરવામાં આવેલ.

કોલેજના પ્રિ.ડો.એસ.સી.રવિયા સાહેબે ભારતમાં રેલ્વે ડિપાર્ટમેન્ટ અને પોસ્ટ ડિપાર્ટમેન્ટ કઈ રીતે કાર્યરત છે?અને સામાન્ય નાગરિકો માટે તેમની કેટલી મહત્વની ભૂમિકા છે? તે અંગે પ્રાસ્તાવિક વાત કરેલ.

ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ અમરેલી ડિવિઝનના ડેવલોપમેન્ટ ઓફિસર શ્રી વાય.યુ. ઝાંખરા સાહેબે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ શું છે?તેનું શું મહત્વ છે? કઈ રીતે આ ઇન્સ્યોરન્સની સુવિધા મેળવી શકાય? તેના કયા લાભો છે ?ભવિષ્યની સલામતી માટે ઇન્સ્યોરન્સ કઈ રીતે ઉપયોગી છે? પોસ્ટ ડિપાર્ટમેન્ટ આ માટે કઈ રીતે કાર્યરત છે? જેવા ઇન્સ્યોરન્સને લગતા મહત્વના મુદ્દાઓની રસપ્રદ રજૂઆત કરી વિદ્યાર્થીઓને માહિતગાર કરેલ.

કાર્યક્રમના અંતે પ્રો.પાર્થભાઈ ગેડિયાએ ભવિષ્યના એક જાગૃત વ્યક્તિ તરીકે ઇન્સ્યોરન્સની આ માહિતી વિદ્યાર્થીને કઈ રીતે ઉપયોગી બની શકે તે માટે કેટલાક સૂચન કરેલ તેમજ આ તકે આ અમૂલ્ય સેમીનાર માટે શ્રી ઝાંખરા સાહેબનો આભાર વ્યક્ત કરેલ.

Follow Me:

Related Posts