fbpx
અમરેલી

આપણા સૈનિકોના બલિદાનને યાદ કરવાનો આ અવસર છે, આવો સૌ સાથે મળી આ અવસરને દીપાવીએ– નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં તા.૩૦ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી “મારી માટી મારો દેશ” “માટીને નમન વીરોને વંદન” કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. અમરેલીના પ્રતાપપરા ગામે પ્રાથમિક શાળાના પટાંગણમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘મારી માટી, મારો દેશ’ ‘માટીને નમન,વીરોને વંદન’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અન્વયે શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતુ. શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સૌ ગ્રામજનો સહિતનાઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી, હાથમાં માટી લઈને પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમ પ્રસંગે વસુધા વંદન અંતર્ગત ૭૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતુ. ઉપરાંત ગ્રામજનોએ તિરંગા યાત્રા કાઢીને દેશભક્તિના અવસરની ઉજવણી કરી હતી.

      કાર્યક્રમમાં સંબોધન કરતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વેકરિયાએ જણાવ્યુ હતુ કે, “મારી માટી મારો દેશ” “માટીને નમન વીરોને વંદન” કાર્યક્રમ એ આપણા સૈનિકોના બલિદાનને યાદ કરવાનો અવસર છે, આવો સૌ સાથે મળી આ અવસરને દીપાવીએ. કાર્યક્રમમાં અમર ડેરી ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલિયા, પ્રતાપપરા સરપંચ શ્રી, જિલ્લા અને તાલુકા ભાજપના આગેવાનશ્રીઓ, ગ્રામજનો,વિદ્યાર્થીઓ સહિત સૌ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/