fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત કાણકિયા કોલેજમાં ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત દેશભક્તિ ગીત સ્પર્ધા કાર્યક્રમ યોજાયો

પુણ્યશ્લોક મુ.લલ્લુભાઈ શેઠ સ્થાપિત શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકીયા આર્ટસ અને શ્રી એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ દ્વારા આગામી ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે “મેરી મિટ્ટી- મેરા દેશ” અંતર્ગત દેશભક્તિ ગીત સ્પર્ધા, દેશભક્તિ ગીત પર નૃત્યો તથા દેશભક્તિ સ્પીચના ભવ્ય કાર્યક્રમનું આજરોજ આયોજન કરવામાં આવેલ.

દેશભક્તિ અને રાષ્ટ્રહિતના આ કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવેલ. ત્યારબાદ  પ્રિ.ડો.એસ.સી.રવિયાએ રાષ્ટ્ર પ્રેમ,આઝાદીમાં શહીદોના બલિદાન તથા સૈનિકોની શૌર્ય ગાથા અંગે અનેક પ્રસંગોની રજૂઆત કરી વિદ્યાર્થીઓને દેશપ્રેમથી રસ તરબોળ કરેલ.

કાર્યક્રમના મુખ્ય મહેમાન માન.શ્રીસુરેશભાઈ પાનસુરીયા (ઉપાધ્યક્ષ,અમરેલી જિલ્લા ભાજપ તથા અગ્રણી ઉદ્યોગપતિ) જેમણે સમગ્ર સાવરકુંડલા તાલુકા તથા અમરેલી જિલ્લામાં લોક સેવાની અનેરી સુવાસ પ્રસરાવી છે, તેમનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ.તેમણે પણ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં “રાષ્ટ્રહિત સર્વોપરી” ના સૂત્રને જીવનમાં ચરિતાર્થ કરવા વિદ્યાર્થીઓને હાકલ કરેલ.

દેશભક્તિ ગીત સ્પર્ધામાં કુલ ૭ સ્પર્ધકોએ ભાગ લીધેલ, દેશભક્તિ ગીત પર નૃત્યમાં કુલ ૪ ગ્રુપએ ભાગ લીધેલ તેમજ ૫ વિદ્યાર્થીઓએ દેશભક્તિ પર પોતાના વક્તવ્ય આપેલ. સમગ્ર કાર્યક્રમનો માહોલ દેશ પ્રેમ અને ઉલ્લાસથી ભરેલો રહેલ.

સમગ્ર કાર્યક્રમમાં સંગીત વૃંદ તરીકે ઓરકેસ્ટ્રા મ્યુઝિકલ ગ્રુપ જિલ પટેલ, પ્રતિકભાઈ ગેડીયા દર્શનભાઈ સરવૈયાએ ઉત્તમ સેવા આપેલ તેમજ કાર્યક્રમના નિર્ણાયક તરીકે શ્રી મેહુલભાઈ ગોંડલીયાએ પોતાની અમૂલ્ય સેવા આપેલ. વિપુલ સાઉન્ડની અલ્ટ્રા સાઉન્ડ સિસ્ટમ સાથે આ કાર્યક્રમની ભવ્ય રીતે ઉજવણી થઈ હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ દ્વારા રાષ્ટ્રગાન કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો.એસ.સી.રવિયાએ કરેલ તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફગણે વિશેષ ઉઠાવેલ એમ પાર્થ ગેડીયા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/