fbpx
અમરેલી

સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ના અટલધારા કાર્યાલય ખાતે શહેરના૨૭૧ ગરીબ લાભાર્થીઓને રૂપિયા ૯ કરોડ થી વધારે ની મકાન ની સહાયની ચાવી અર્પણ કરવાનો અને અટલજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા શહેરમાં ગરીબ પરિવારને સ્વપ્નનું ઘર છેલ્લા દોઢ વર્ષથી મળતું ન હતું અને ૨૭૧ પરિવારો આ  યાતના ભોગવી રહ્યા હતા જોકે અગાઉ ૫૦૦ ઉપરાંત પરિવારોને આ લાભ અપાઇ ચૂક્યો છે. ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અને સાંસદ નારણભાઈ કાછડીયા એે ૨૭૧ પરિવારોની વેદના ને ગાંધીનગર મુખ્યમંત્રી પાસે પહોંચાડી અને તુરત જ રૂપિયા ૯ કરોડ ઉપરાંતની રકમના ૨૭૧ મકાનોની સહાય અને મકાનની ચાવી સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ના કાર્યાલય ખાતે અર્પણ કરવામાં આવી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, પાલિકા પ્રમુખ પતિ રાજુભાઈ દોશી, કેશુભાઈ વાઘેલા, શરદભાઈ પંડ્યા અને શહેરના પાલિકાના સદસ્યો ના વરદ હસ્તે આ ચાવી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૨૭૧ લાભાર્થીઓ, શહેરના નાગરિકો, શહેર તાલુકા અને પાલિકાના હોદ્દેદારો અને સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિતિ હતી. કોઈ ગરીબ પરિવાર  પોતાના મકાનથી વંચિત ન રહે આ સ્વપ્ન અટલજીનું હતુ ત્યારે તેમની પુણ્યતિથિએ ધારાસભ્ય કસવાળા અને તેમની ટીમ આ કાર્યમાં સફળ થઈ છે. ધારાસભ્ય કસવાલાએ આ પ્રસંગે જણાવ્યું કે આપ સૌના આશીર્વાદથી અમે આ સમસ્યાનો ઉકેલ કરવામાં સફળ થયા છીએ. અમે આપના ઉપર ઉપકાર નથી કરતા પરંતુ અમે અમારી ફરજ બજાવીએ છીએ કારણ કે તમે અમને આશીર્વાદ આપ્યા છે. આ પ્રસંગે રાજુભાઈ દોશી અને પ્રવીણભાઈ સાવજ એ પણ પ્રાસંગિક પ્રવચનો અને મહત્વની વાતો કરી હતી. સાથોસાથ અટલજીની પુણ્યતિથિ હોય અટલજીની તસવીરને ધારાસભ્ય મહેશભાઈ કસવાળા સહિતના તમામ ઉપસ્થિત હોદ્દેદારોએ પુષ્પમાળા અને પુષ્પ અર્પણ કરી વંદન કરી શ્રદ્ધાંજલિ આપી હતી..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/