fbpx
અમરેલી

દેશી રજવાડાઓના ત્યાગને ઉજાગર કરતા મ્યુઝિયમને કાઠી સમાજના પ્રમુખનો આવકાર

ગૌરવવંતી સ્મૃતિ અને ઇતિહાસ આવનારી પેઢીઓ સુધી અકબંધ સચવાઇ રહેશે – આવકાર સાથે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીને અભિનંદન આપતા પ્રતાપભાઈ વરૂ

કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પ૬ર દેશી રજવાડાઓના વિલીનીકરણથી એક-અખંડ ભારતના નિર્માણની સરદાર સાહેબની ગૌરવવંતી સફળતાની સંપૂર્ણ ઇતિહાસ ગાથા વર્ણવતું ભવ્ય મ્યૂઝિયમ બનાવવા રાજ્ય સરકારે કરેલા નિર્ણયને ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ પ્રતાપભાઈ વરૂએ આવકાર્યો છે.
લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે દેશની આઝાદી બાદ પ૬ર દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરી એક અને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યુ તેની ગૌરવવંતી સ્મૃતિ અને ઇતિહાસ આવનારી પેઢીઓ સુધી અકબંધ સચવાઇ રહે તે માટે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આ ઇતિહાસનો સાક્ષાત્કાર કરાવતું ભવ્ય મ્યૂઝિયમ નિર્માણ કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ  કર્યો છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય અને કાઠી સમાજના ગુજરાત પ્રમુખ પ્રતાપભાઈ વરૂએ આ નિર્ણયને આવકારી જણાવ્યું કે, ગુજરાતના પનોતાપુત્ર સરદાર વલ્લભભાઇ પટેલે ભારતની આઝાદી પછી અખંડ રાષ્ટ્રના સંકલ્પ સાથે નાના-મોટા પ૬ર રાજા-રજવાડાઓ સાથે વિવિધ સ્તરે પરામર્શ-ચર્ચાઓ-બેઠકો કરીને ભારતમાં તેના વિલીનીકરણની સફળતા મેળવી તેની ફલશ્રુતિએ આજે ભારત સમગ્ર વિશ્વમાં એક અને અખંડ રાષ્ટ્ર તરીકે ખ્યાતિ પામ્યુ છે. ભારત વર્ષના દેશી રજવાડાઓની ભવ્યતા તેમજ દેશની અખંડિતતા એકતા માટે તેમણે આપેલા ત્યાગની ભાવના સાથે સરદાર સાહેબના પ્રબળ પુરૂષાર્થની પરિણામકારી ગાથા આ ભવ્ય મ્યૂઝિયમ ઊજાગર કરશે. રાજા રજવાડાના બલીદાનની યોગ્ય નોંધ આ મ્યુઝીયમના માધ્યમ થકી લેવાશે. રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી રૂપાણીના પ્રયાસોને પ્રતાપભાઈ વરૂએ આવકારી અભિનંદન આપ્યા હતા.

Follow Me:

Related Posts