fbpx
અમરેલી

સાવરકુંડલા નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે દર્શનીય હિમાલય, બાર જ્યોતિર્લિંગ અને સદગુરૂ તપશ્ચર્યા કુટિર બનાવવામાં આવ્યું.

સાવરકુંડલા શહેરના મહુવા રોડ ખાતે આવેલ સદગુરૂ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી સત્સંગ આશ્રમ ખાતે આનંદેશ્વર મહાદેવના સાનિધ્યમાં આશ્રમ સત્સંગ મંડળ દ્વારા સદ્દગુરુ સ્વામી ભોળાનંદ સરસ્વતીજી મહારાજ ના આર્શીવાદ થી મોટો મંડપ નાખી તેમાં દર્શનીય અને મહાકાય વિશાળ હિમાલય પર્વતના દર્શન તેમજ સમગ્ર ભારત દેશમાં આવેલ ભગવાન ભોળાનાથના બાર જ્યોતિર્લિંગ દર્શન અને પરમ પૂજ્ય સદગુરૂ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા કરવામાં આવેલ તપશ્ચર્યા નુ આબેહૂબ સૂકા ઘાસ ની કુટિર બનાવવામાં આવી છે. જેના દર્શન માટે આશ્રમ સેવકો અને સાવરકુંડલા તાલુકાના ધર્મપ્રેમી ભાઈઓ બહેનો શ્રાવણ માસ નિમિતે ઉમટી રહ્યા છે. અને દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

        દર વર્ષે શ્રાવણ માસ નિમિતે સાવરકુંડલા સંન્યાસ આશ્રમ ખાતે સત્સંગ મંડળ દ્વારા પૂજ્ય ગુરુદેવ ના આર્શીવાદ થી અલગ અલગ દર્શનીય ફ્લોટ, મુર્તિઓ વગેરે બનાવવામાં આવી રહ્યું છે. જેનાં દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે. હાલ પરમ પૂજ્ય સદગુરૂ સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ સાવરકુંડલા સંન્યાસ આશ્રમ ખાતે ચાતુર્માસ કરી રહ્યા છે ત્યારે સેવક સમુદાય અને લોકો તેમના પણ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. તેમજ શ્રાવણ માસના દર સોમવારે ભગવાન મહાદેવના અલગ અલગ  શણગાર કરવામાં આવી રહ્યો છે. તેમ આશ્રમ સેવક યુગ ગીરી ગોસ્વામીની યાદી જણાવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/