fbpx
અમરેલી

ઉના – અમરેલી બસના સમયમાં ફેરફાર કરવા માંગ. કૌશિકભાઈ વેકરિયા અને વિભાગીય નિયામકને રજુઆત કરતા પ્રા.જે.એમ.તલાવીયા

અમરેલી : ઉના થી અમરેલી આવતી બસ સવારે ૫.૩૦ કલાકે ઉનાથી ઉપડે છે. આ બસમાં પચપચીયા, ચક્રાવા, બોરાળા, ધૂંધવાણા, કંટાળા,  ખડાધાર, ખાંભા, નાનુડી, અનિડા, ઈંગોરાળા, સમઢીયાળા, ધારગણી, વાવડી, ચલાલા,  માળીલા અને દેવરાજીયા ગામના અંદાજે ૨૫ વિદ્યાર્થી ભાઈ – બહેનો અમરેલીની શાળા – કોલેજોમાં અભ્યાસ કરવા આવે છે. આ બસ અમરેલી આવતા લગભગ ૮.૩૦ – ૮.૪૫ વાગી જાય છે. વિદ્યાર્થીઓ દરરોજ અર્ધો થી પોણો કલાક મોડા પડે છે. આ બસનો ઉનાથી ઉપડવાનો સમય સવારે ૫.૩૦ ના બદલે સવારે ૫.૦૦ કલાકનો કરવામાં આવે તો વિદ્યાર્થીઓ સમયસર શાળા – કોલેજે પહોંચી શકે.આ અંગે ઘટતું કરવા પ્રા.જે.એમ.તલાવીયાએવિભાગીય નિયામક, એસ.ટી.ડિવિઝન અમરેલી, વિભાગીય નિયામક, એસ.ટી.ડિવિઝન  –  જૂનાગઢ અને અમરેલીના લોકલાડીલા ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાને પત્રો પાઠવી રજુઆત કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/