fbpx
અમરેલી

પ્રથમ મુખ્યપ્રધાન,જીવી ગયો જીવરાજ.બાલભવન અમરેલીમાં ડો. જીવરાજ મહેતાની ૧૩૬મીં જન્મજયંતિ નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા સ્મરણાંજલિ અર્પિત કરવામાં આવી.

ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી અને શિલ્પી એવા અમરેલીના પનોતા પુત્ર ડો. જીવરાજ મહેતાની ૧૩૬મી જન્મ જયંતિ નિમિત્તે ડો. જીવરાજ મહેતા સંસ્થાપિત શ્રી ગિરધરભાઈ સંગ્રહાલય-બાલભવન ખાતે અમરેલીની વિવિધ સંસ્થાઓ દ્વારા તેમને સ્મરણાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાઈ ગયો.

      માત્ર ગુજરાતજ નહી પરંતુ અમરેલીના વિકાસમાં જેમનો મહત્વનો અને મૃખ્ય ફાળો રહ્યોં છે એવા અમરેલીના પનોતા પુત્ર અને પુ. મહાત્મા ગાંધીના અંગત તબીબ એવા ડો. જીવરાજ મહેતાએ અમરેલીને દેશભરમાં નામના અપાવી હતી. ડો. જીવરાજ મહેતાનો જન્મ અમરેલીમાં ૨૯,ઓગષ્ટ, ૧૮૮૭માં થયો હતો અને ૭, નવેમ્બર,૧૯૭૮માં તેમનું દેહાવસાન થયું હતું.

ડો જીવરાજ મહેતાએ આઝાદીની લડાઈથી માંડીને હિન્દુસ્તાનના ભાગલા સુધી યશસ્વી કામગીરી કરી હતી. અનેક ક્ષેત્રોમાં તેઓએ દેશ માટે કામગીરી કરી હતી જેનો વિગતવાર ઇતિહાસ ડો. જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલ પુસ્તક” ડો. જીવરાજભાઈ મહેતાનું  ભાતીગળ જીવન”માંથી જાણવા મળે.

   ગુજરાત રાજ્યની રચના પછી તેઓ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બનતા તેઓના ઉપર મોટી જવાબદારી આવી હતી. પ્રથમ કાર્ય તેઓ સમગ્ર વહીવટી તંત્રને સુદ્રઢ કરવાનું શરુ ક્યું અને ત્યાથી જ ગુજરાતની વિકાસ ગાથા શરુ કરી.મુંબઈ રાજ્યમાં સતત આઠ વર્ષ સુધી નાણા ખાતાની જવાબદારી સંભાળી હોવાથી એક કુશળ અર્થશાસ્ત્રી તરીકે તેઓએ ગુજરાતનો ઝડપી અને આયોજન બધ્ધ વિકાસ કેમ થાય તેનો રોડ મેપ તેના મગજમાં હતો જ અને તેથી તેમણે એક પછી એક મહત્વના પ્રોજેક્ટો હાથ ઉપર લઈને ગુજરાતને વિકાસના પથ ઉપર ચડાવ્યું. ગુજરાતના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી એટલે ખેડૂતોને ખાતરની ખેંચ ના પડે એટલે પ્રથમ ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર કંપનીની સ્થાપના કરીને ખાતરનું ઉત્પાદન શરુ કરાવ્યુ. આ સિવાય વડોદરા પેટ્રોકેમિકસ્સ ,કોયલી રીફાઇનરી, નર્મદા ડેમનું ખાતમુહૂર્ત , ગુજરાતના જરુરી નિગમોની રચના,પંચવર્ષીય યોજનાઓ, રાષ્ટ્રીય ઘોરી માર્ગોનું આયોજન, અમદાવાદથી વાપી સુધી ઉધોગોની વસાહતો માટેનું આયોજન,ઉઘોગપતિઓને પ્રોત્સાહન,ઈન્ડીયન ઇન્ટીસ્ટ્યુટ ઓફ મેનેજમેન્ટની સ્થાપના,આણંદની અમુલ ડેરીની સ્થાપના, આયુર્વેદ અને   હોસ્પીટલોના વિકાસ માટેનું આયોજન અને હોસ્પીટલોની સ્થાપના, પૂ. ગાંધીબાપુએ ચીંધેલ માર્ગ ખાદી,ગ્રામોધોગ, અસ્પૃશ્યતાનિવારણ અને નશાબંધી જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ માટે વૈધાનિક મંડળો કે નિગમોની રચના, એશિયાભરમાં નમૂનેદાર ગણ્યા એવી અમદાવાદની સિવિલ હોસ્પીટલની રચના જેવા અનેક કાર્યોનો યશ ડો. જીવરાજભાઈ મહેતાને જાય છે. ગૌવધનો કાયદો લાવીને તેઓએ ગૌવધપ્રતિબંધ ફરમાવ્યો હતો.ગુજરાતના શિખર ઉપર બેસીને ધુમ ધડાકા કર્યા વિના પાયાના પથ્થર બનીને તેમણે હિંમતથી અને કુનેહપૂર્વક ઉપકારક કહી શકાય એવા કાર્યો અને આયોજનો કરીને ગુજરાતનું એક મજબૂત ફાઉંન્ડેશન બનાવ્યું હતું અને તેના ફળ આજે ગુજરાતની પ્રજા ખાઈ રહી છે.

    માત્ર ગુજરાત નહી પણ તેમની જન્મભૂમિ અમરેલીને પણ ડો. જીવરાજ મહેતા દ્વારા અનેક કાર્યોની ભેટ મળી છે. અમરેલી સીવીલ હોસ્પીટલ, આર્ટસ,સાઈંસ, કોમર્સ કોલેજ વિધાસભા, અમરેલીની હાઈસ્કુલો, આયુર્વેદ હોસ્પીટલ, અમરેલીની અનેક સંસ્થાઓ, અમરેલીને જિલ્લાનો દરજ્જો,બાલભવન, એસ ટીની વ્યવસ્થા, અમરેલી જિલ્લાનો સહુથી મોટો ડેમ ખોડીયાર ડેમ સહિત અનેક ભેટો અમરેલી ને મળી છે જેને અમરેલીની પ્રજા આજે પણ વાગોળે છે. આવા અમરેલી ના પનોતા પુત્ર ડો. જીવરાજ મહેતા નું ઋણ અમરેલી ક્યારેય નહી ચૂકવી શકે.

     આજે તેમના ૧૩૬માં જન્મદિવસ નિમિત્તે તેમના કાર્યોને યાદ કરવા બાલભવન-અમરેલીમાં આવેલા તેમના સ્ટેચ્યુને નમન અને ફૂલહાર કરવાનો એક કાર્યક્રમ વિવિધ સંસ્થાઓ એને બાલભવન દ્વારા યોજનામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડો. જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી મોટાભાઈ સંવટ, બાલભવનના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ ત્રિવેદી, પટેલ વિધાર્થી આશ્રમના મંત્રીશ્રી નારણભાઈ ડોબરીયા, લોકસાહિત્ય સેતુના પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ જોષી દ્વારા ડો.જીવરાજ મહેતા ના અવિસ્મરણીય કાર્યોને યાદ કરીને તેઓને શ્રધ્ધાસુમન અર્પિત કરીને સ્મરણાંજલિ અર્પિત કરી હતી. આ તકે શ્રી મકાદાદા, નટુભાઈ ભટ્ટ, બાલભવન ના સર્વશ્રી સૌમિત્ર ભટ્ટ, માર્કન્ડભાઈ, સંગીતાબેન સહિત આગેવાનો બાળકો ઉપસ્થિત રહ્યાં હતા. સંસ્થાના મુખ્ય ટ્રસ્ટીશ્રી જવાહરભાઈ મહેતા, ચેરમેન શ્રી હેમેન્દ્રભાઈ મહેતા અને ડો. જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ ડો. મહેશભાઈ મહેતા દ્વારા વિડીયો કોલિંગ દ્વારા ડો. જીવરાજ મહેતાને સ્મરણાંજલિ આપીને તેઓના કાર્યોને યાદ કર્યા હતા.

    “ વહીવટ કર્યો ન્યારો,

કર્મની ગીતા ગાનારો,

    જીવી ગયો જીવરાજ”

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/