fbpx
અમરેલી

અમરેલીની 181 અભયમ્‌ ટીમે સગર્ભા મહિલાની મદદ કરી

બેન હું ગર્ભવતી છું હોસ્‍પિટલે ડોકટરે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલ જવા કહેલ છે મારી સાથે પરિવારનું કોઈ નથી મને મદદ કરો 181 અભયમ્‌માં એક ગર્ભવતી મહિલાએ ફોન કરી મદદ માંગતા  તુરંતજ અમરેલી 181 અભયમ્‌ની ટિમ આ બહેન સુધી પોહચી ત્‍યારે આ બહેન સાથે પરામર્સ કરતા જાણવા મળેલ કે ” તેણીના પતિનું અવસાન થયું તેને 1પ દિવસ થયા છે, તેણીએ માતા પિતાની મરજી વિરૂદ્ધ લગ્ન કર્યા છે. તેથી તેમની સાથે આજ સુધીસમાધાન થયેલ નથી. હાલ હું ગર્ભવતી છું, અમરેલી સિવિલ હોસ્‍પિટલ સારવાર લેતા ડોકટરે વધુ આગળ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલ જવા જણાવેલ.

હાલ મારી સાથે સાસરી માથી કોઈ વ્‍યક્‍તિત સાથે આવેલ નથી. તમે મારા સાસરી વાળાને સમજાવો તેવો સાથે આવી મારી સારવાર કરાવે ત્‍યારે 181ની ટીમે આ બેનની સાસરીમાં જઇ ત્‍યાં તેમના જેઠ-જેઠાણી અને સાસુ હાજરમાં ઘરે મળેલ તેવોની સાથે પરામર્સ કરી તેમના દીકરાએ પ્રેમ લગ્ન કર્યા થોડા વર્ષોમાં થોડા દિવસ પહેલાજ તેનુ અવસાન થયેલ, પરંતુ હાલ તમારા દીકરાની વહુને તમારી મદદ સાથ અને સહકારની જરૂર છે ત્‍યારે સાસુને તેની ફરજનું ભાન થયુ અને ગર્ભવતી વિધવા વહુની મદદ માટે ત્‍યાર થયા ત્‍યારે થોડા આગળ બાજુમાં જ બહેનના માતાનું ઘર છે ત્‍યાં પણ 181ની ટીમે તેના માતા, ભાઈ-ભાભીની રૂબરૂ મુલાકાત લીધી અને તેમની દીકરી એ તમારા વિરુદ્ધ જઇ જે લગ્ન કરેલા તે વાત ને ભૂલી, હાલ તેવો ગર્ભવતી છે થોડા દિવસ પહેલા જ પતિનું અવસાન થયુ છે. હાલ તેવોને હોસ્‍પિટલમાં આ પરિસ્‍થિતિમાં માતા અને સાસુ બંનેની મદદની જરૂર છે તેઓએ માતા અને પરિવારનું દિલ દુભાવ્‍યું તે બધુ ભૂલી દીકરીને સ્‍વીકારી લેવા સમજાવામાં આવેલ, ગર્ભવતી મહિલાના સાસુ અને સાસરી પક્ષ માતા અને પિયરપક્ષનું યોગ્‍ય પરામર્સ કરી આબહેનને માતા અને સાસુને સોંપી તેઓને ડોકટરે જણાવ્‍યા મુજબ આગળ સારવાર માટે લઇ જવા જણાવેલ.

આ ગર્ભવતી વિધવા બહેનને 181 અભયમ્‌ની ટીમે મદદથી સાસરી અને પિયરપક્ષ બંને પરિવારમાં પુનઃ સ્‍થાપન મળી રહેલ છે અને જરૂર જણાએ 181ની મદદ લેવા માહિતી આપેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/