fbpx
અમરેલી

રાજ્યમાં આગામી પાંચથી સાત દિવસ સુધી વરસાદ નહી પડે : હવામાન વિભાગ

ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. હવામાન આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદનું પ્રમાણ નહીવત છે, કેટલાય જગ્યાએ વાતાવરણ સૂકુ રહી શકે છે. આગાહી પ્રમાણે, ડાંગ, વલસાડ અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી પાંચથી સાત દિવસ સુધી વરસાદની આગાહી નથી, એટલે કે રાજ્યમાં વરસાદનું પ્રમાણ નહીવત રહેશે, એક સપ્તાહ સુધી રાજ્યમાં કોઇપણ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી, વાતાવરણ સૂકુ રહેશે. જાેકે, આ દિવસોમાં રાજ્યમાં ડાંગ, વલસાડ, બનાસકાંઠા ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. ખાસ વાત છે કે, આ વખતે ઓગસ્ટમાં સૌથી ઓછો વરસાદ ખાબક્યો છે, એટલે કે છેલ્લા ૧૦ વર્ષના ઇતિહાસમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં સૌથી ઓછો વરસાદ રાજ્યમાં પડ્યો છે. જાેકે, આ સિઝનમાં અત્યાર સુધી કુલ ૯૪.૫ ટકા વરસાદ પડી ચૂક્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/