fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે નાવલી નદી ઉપર રૂપિયા ૨૫ કરોડના ખર્ચે મંજુર થયેલા રીવર ફ્રન્ટનો સર્વે કરવા માટેઅમદાવાદની ટીમ પહોંચી

સાવરકુંડલા નાવલી નદી ઉપર કેવડા પરા થી ગુપ્ત ખોડિયાર સુધીના ચાર કિલોમીટર લાંબા રિવરફ્રન્ટ માટે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ રૂપિયા ૨૫ કરોડને ખર્ચે રિવરફ્રન્ટ મંજૂર કરાયો છે ત્યારે આજે અમદાવાદ રિવરફ્રન્ટ અધિકારીઓની એક ટીમ અને સાવરકુંડલા ચીફ ઓફિસર અને પાલિકાની ટીમ દ્વારા કેવડાપરાથી ગુપ્ત ખોડીયાર સુધી ચાર કિલોમીટર માં ખાસ સર્વે કરવામાં આવ્યું છેે. આ સર્વેમાં મુખ્ય બાબતો પર નજર કરીએ તો નદીની બંને સાઇડ અને નદીની એક સાઈડ માં  કેવી અને કેટલી સુવિધાઓ ઉપલબ્ધ કરવાની છે તે બાબત ખાસ ધ્યાનમાં રાખવામાં આવી છે. નદીની બંને બાજુ સુંદર મજાના બેઠકની વ્યવસ્થા, બગીચાઓ અને વોક વે પણ કરવામાં આવશે. શહેરની વચ્ચેથી નાવલી નદીમાં છેલ્લા ઘણા વર્ષોથી ગટરનું પાણી વહી રહ્યું છે લોકોનો માથાના દુઃખાવા સમાન પ્રશ્નો બની રહ્યો છે ત્યારે સાવરકુંડલા ના ઇતિહાસ નું એક નજરાણું બની રહેવા જઈ રહ્યું છે એવો રિવરફ્રન્ટ ટૂંક સમયમાં જ કામગીરી હાથ ધરવામાં આવશે. જેના માટે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ ખાસ જહેમત ઉઠાવી ગુજરાત સરકારમાંથી રૂપિયા ૨૫ કરોડ જેવી રકમ મંજૂર કરાવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/