fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત કે. કે. હાઈસ્કૂલ આયોજિત સ્વ. ઝવેરચંદ મેઘાણીના વિચારોને વાગોળવા અહીંની મહિલા કોલેજનાં પ્રાંગણમાં આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. 

સાવરકુંડલા શહેરમાં ગતરોજ શિક્ષક દિને અહીનીં નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજનાં પ્રાંગણમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત કે. કે. હાઈસ્કૂલ, આયોજિત ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિ વંદના કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્ર્મના સહભાગી મહિલા કોલેજ, જે. વી મોદી હાઈસ્કૂલ તથા એસ. વી દોશી ગર્લ્સ હાઇસ્કુલના સહભાગીના  ઉપક્રમે રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિ વંદના નિમિત્તે ખૂબ ધ્યાનાકર્ષક કાર્યક્રમ યોજાયો. ખાસકરીને સ્વ. ઝવેરચંદ મેઘાણીએ નારી ઉત્કર્ષ માટે ખેડેલું અનોખું પ્રદાન નવા વિચારોને આવકાર અને સ્વાતંત્ર્ય ભાવનાની સાચી સમજ નારીની વેદના અને ખુમારી બંને પોતાના સાહિત્ય દ્વારા લોકસમુદાયને પીરસવાની વાત ખૂબ રસપ્રદ શબ્દોમાં રજૂ કરવામાં આવેલ.

એમાં પણ ખાસ વાત કરીએ તો જ્યાં આ કાર્યક્રમ યોજાયો તે સંકુલની ભૂમિ પણ મહિલા કોલેજ અને આ કાર્યક્રમ અંતર્ગત સ્વ. ઝવેરચંદ મેઘાણી રચિત શિવાજીનું હાલરડું શાળાની એક વિદ્યાર્થીની મકવાણા અદિતિ દ્વારા રજૂ કરવામાં આવેલ. જેના સ્વર, સૂર સંગીત અને શબ્દથી પ્રભાવિત થઈને આ કાર્યક્રમનાં આમંત્રિત મહેમાન શ્રી ભરતભાઈ ભૂતા દ્વારા મકવાણા અદિતિને આ સંસ્થાના ઉપપ્રમુખ શ્રી મુકુંદકાકા નાગ્રેચા, મહિલા કોલેજ પ્રિન્સિપાલ, ત્રણેય શાળાના આચાર્યશ્રીઓ તથા આમંત્રિત મહેમાનોની પ્રેરક ઉપસ્થિતિમાં રૂપિયા ૫૦૦ રોકડ પ્રોત્સાહક પુરસ્કાર રૂપે અર્પણ કર્યા. આમ સ્વ. ઝવેરચંદ મેઘાણીના વિચારોને મૂર્તિમંત કરવાનો એક નમ્ર પ્રયાસ થતો જોવા મળેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/