fbpx
અમરેલી

સાવરકુંડલા નગરપાલિકાના ભાવિ નવા  પ્રમુખ કોણ? લોકોમાં વિવિધ નામોની ચર્ચા.. જો કે અંતિમ નિર્ણય તો સમય જ બતાવશે.. 

સાવરકુંડલા શહેરમાં નગરપાલિકા ભાવિ નવા પ્રમુખની નિયુક્તિ અંગે લોકોમાં અટકળો અને અનુમાનોનો દોર શરૂ થયો છે. જો કે આમ ગણીએ તો આ સમગ્ર પ્રકરણમાં અંતે તો નગરપાલિકા સદસ્યો જ નક્કી કરશે કે આ સાવરકુંડલા શહેરના નગરપાલિકાના ભાવિ નવા પ્રમુખ કોણ હશે? સદસ્યો પણ આ અંગે અકળ મૌન સેવી રહ્યા છે. એટલે સાવરકુંડલા નગરપાલિકાના ભાવિ નવા  પ્રમુખ કોણ હશે? એ વિશે હાલ તો બસ અનુમાન લગાવવા સિવાય કોઈ વિકલ્પ નથી. જો કે હમણાં હમણાં ઓન લાઇન પોલ નામનો નવતર પ્રયોગ પણ શરૂ થયો છે કે આપના મત અનુસાર સાવરકુંડલા નગરપાલિકાના ભાવિ નવા  પ્રમુખ કોણ હોવા જોઈએ? એક વાત તો ચોક્કસ છે કે હુકમનું પાનું કોની પાસે છે?

એ તો આવનારો સમય જ બતાવશે .. એક પ્રકારે આ ઓનલાઇન પ્રયોગ લોબીંગનું જ માધ્યમ કહી શકાય. જો કે આ ઓનલાઇન પ્રયોગની નોંધ ઉપર લેવલે કેવી લેવાય છે તે પણ હજુ અકળ છે. ઠીક છે, બસ હવે બે ચાર દિવસ આ પ્રયોગની રફતાર ચાલુ રહેશે.. અને વાચકોને ચર્ચાનું સરસ પ્રકરણ મળી રહેશે.. બાકી તો હરિ કરે એ ખરી.. બાકી સઘળું સમય પર છોડી દઈએ..ગુજરાત ભાજપની રાજનીતિ ખરેખર અકળ હોય છે. અને આશ્ર્ચર્ય સર્જવા માટે હમેશાં અગ્રેસર એટલે વેઈટ એન્ડ વોચ. જો કે એક વાત લોકો સ્પષ્ટ ઈચ્છે છે કે સાવરકુંડલા નગરપાલિકા ભાવિ નવા પ્રમુખ શ્રી  નખશિખ પ્રામાણિક અને સૌને સાથે લઈને સાવરકુંડલાનાં વિકાસનાં કાર્યો સુપેરે સંપન્ન કરી સાવરકુંડલાને સુવર્ણકુંડલામાં પરિવર્તિત કરવાનું સામર્થ્ય રાખતાં હોવો જોઈએ. સાવરકુંડલા શહેરની સૈકાથી વધુ સમયથી નાવલી નદીના પટમાં બેસતી શાકમાર્કેટને યોગ્ય જગ્યાએ સ્થળાંતરિત કરે. સાવરકુંડલા શહેરના એક માત્ર બાગમાં નિશુલ્ક પ્રવેશ માટે યોગ્ય કાર્યવાહી કરી શકે એટલું સામર્થ્ય તો અવશ્ય રાખતાં હોવા જોઈએ. હાલ તો દરેક દાવેદાર પોતાની પસંદગી થાય તે માટે અવનવા દાવપેચમાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/