fbpx
અમરેલી

સાસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસોથી મજુર થયેલ વેરાવળ–બનારસ ટ્રેનને કુકાવાવ, ચિતલ, ખીજડીયા અને લાઠી રેલ્વે સ્ટેશન ખાતેથી લીલીઝડી આપતા પદાધિકારીઓ

સાસદ શ્રી નારણભાઈ કાછડીયા, નાયબ મુખ્ય દડક શ્રી કૌશિકભાઈ વેકરીયા, જીલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઈ કાબરીયા અને ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયાની ઉપસ્થિતીમા આગેવાનો દ્રારા ટ્રેનનુ સ્વાગત કરવામા આવ્યુ

અમરેલી જીલ્લાના લોકોની માગણી અન્વયે સાસદ શ્રી નારણભાઈ કાછડીયા તરફથી કરવામા આવેલ પ્રયાસોના ફળ સ્વરૂપે ભારત સરકારના રૈલ મત્રાલય તરફથી વેરાવળ-બનારસ એકસપ્રેસ ટ્રેનને તા. ૧૧મી સપ્ટેમ્બરથી ચલાવવા માટેની મજુરી મળતા લોકોમા ખુશીની લાગણી પ્રસરી ગયેલ હતી.

મજુર થયેલ ટ્રેન આજ તા. ૧૧/૦૯/૨૦૨૩ ના રોજ વેરાવળ (સોમનાથ) થી સવારે ૦૪:૧૫ કલાકે ઉપડી અમરેલી જીલ્લાના કુકાવાવ ખાતે સવારે ૦૭:૧૫ કલાક, ચિતલ ખાતે ૦૭:૪૫ કલાક, ખીજડીયા ખાતે ૦૮:૦૦ કલાક અને લાઠી ખાતે ૦૮:૧૩ કલાકે પહોંચેલ હતી. આ દરમ્યાન સાસદ શ્રી નારણભાઈ કાછડીયા, નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ કાબરીયા, ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા, જીલ્લા મહામત્રી શ્રી મેહુલભાઈ ધોરાજીયા, એન.સી.યુ.આઈ. ડીરેકટર શ્રી ભાવનાબેન ગોડલીયાએ સ્થાનીક પદાધિકારીઓની હાજરીમા ટ્રેનનુ સ્વાગત કરી, ટ્રેનને લીલી ઝડી આપી આગલા સ્ટેશન માટે ટ્રેનનુ પ્રસ્થાન કરાવેલ હતુ. આ દરમિયાન સ્થાનીક લોકો દ્રારા પણ ટ્રેનનુ ભવ્યતિભવ્ય સ્વાગત કરવામા આવેલ હતુ અને આગેવાનો દ્રારા કુકાવાવથી લાઠી સુધી નવી ટ્રેનમા મુસાફરી પણ કરવામા આવેલ હતી.

આ તકે સાસદશ્રીએ જણાવેલ હતુ કે, સાતમ આઠમ નિમિતે માન. પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા અમરેલી જીલ્લાના લોકોને આ ટ્રેન થકી વધુ એક ભેટ મળેલ છે જે બદલ માન. પ્રધાનમત્રીશ્રી તથા રેલ્વે મત્રીઓ શ્રી અશ્વિની વૈષ્ણવજી અને શ્રી દર્શનાબેન જરદોશનો આભાર વ્યકત કરૂ છ અને અમરેલી જીલ્લાના વધુને વધુ લોકોને આ ટ્રેનનો લાભ લેવા અપીલ કરૂ છુ.

આ કાર્યક્રમમા સાસદશ્રી સાથે ડી.આર.એમ. શ્રી રવિશકુમાર, જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી જીતુભાઈ ડેર, શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી વિપુલભાઈ દુધાત, જીલ્લા પંચાયત સદસ્યો શ્રી સુરેશભાઈ પાથર, શ્રી ભરતભાઈ સુતરીયા, જીલ્લા ઉપપ્રમુખ શ્રી મગનભાઈ કાનાણી, જીલ્લા મત્રી શ્રી રાજુભાઈ ભુવા, કુકાવાવ તાલુકા પ્રમુખ શ્રી ગોપાલભાઈ અટાળા, લાઠી તાલુકા પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ સાવલીયા, લાઠી નગરપાલીકા પ્રમુખ શ્રી અનિલભાઈ નાઢા, દામનગર શહેર પ્રમુખ શ્રી ધીરૂભાઈ નારોલા, લાઠી નગરપાલીકા પૂર્વ પ્રમુખ શ્રી ભરતભાઈ પાડા, લાઠી તાલુકા મહામત્રીઓ શ્રી જગદીશભાઈ ખુંટ, શ્રી દિનેશભાઈ જમોડ, અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રજ્ઞાબેન દિલીપભાઈ સાવલીયા, તાલુકા પચાયત કારોબારી ચેરમેન શ્રી નિજભાઈ માડણકા, તાલુકા પંચાયત સદસ્યો શ્રી પ્રવિણભાઈ ચાવડા, શ્રી ચિરાગભાઈ પરમાર, શ્રી શકેશભાઈ સોરઠીયા, શ્રી બાબુભાઈ ખુમાણ, શ્રી હિમતભાઈ એવીયા, શ્રી મધુભાઈ નવાપરા, શ્રી નરેશભાઈ ડોડા, શ્રી હિમતભાઈ રાઠોડ, શ્રી લાલભાઈ ૫રમાર, ચિતલ ગુરૂકુળ સ્વામિ શ્રી હરીચરણદાસજી, કુકાવાવ તાલુકા પૂર્વ પ્રમુખ શ્રી બાવાલાલ મોવલીયા સહિતના આગેવાનો, સરપંચશ્રીઓ, વેપારીઓ, ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ, રેલ્વે અધિકારીઓ અને બહોળી સંખ્યામા સ્થાનીક લોકો ઉપસ્થિત રહયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/