fbpx
અમરેલી

લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) દ્વારા લાયન્સ હોલ – અમરેલીમાં દસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું  થયેલ આયોજન

રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર- મુંબઈનો આર્થિક સહયોગ

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) દ્વારા તેમજ સુદર્શન નેત્રાલય- અમરેલી અને રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર – મુંબઈના આર્થિક સહયોગથી તા. ૧૪-૦૯-૨૦૨૩ ને ગુરૂવારે બપોરે ૨-૦૦ કલાકે અમરેલી શહેરના નગરજનો અને ગ્રામજનો માટે જુના માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ માળે આવેલ લાયન્સ હોલ ( હોટલ લોર્ડ્સ ઇકો ઈનની સામે)માં દસમો વિનામુલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.

નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પનું દીપ પ્રાગટ્ય લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના પ્રમુખ લાયન કિશોરભાઈ શિરોયાના વરદ હસ્તે કરવામાં આવેલ હતું. લાયન કિશોરભાઈએ માનવતાવાદી સેવાકીય પ્રવૃતિઓ અંતર્ગત યોજાયેલ કેમ્પને સફળતા માટેની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કેમ્પમાં ૪૮ દર્દીઓની આંખના તમામ રોગોની તપાસ નિષ્ણાત ડૉ. પલકબેન મોદી દ્વારા કરવામાં આવેલ અને જરૂરિયાતમંદ ૨૧ દર્દીઓને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી આરોપણ વિનામૂલ્યે કરી આપવામાં આવેલ હતા.

આ ઉપરાંત આંખના નજીક તથા દુરના નંબરની પણ તપાસ કરવામાં આવેલ હતી અને કેમ્પ સ્થળ ઉપર નંબર પ્રમાણે રાહત ભાવે ચશ્મા પણ બનાવી વિતરણ કરવામાં આવેલ હતું. દરેક દર્દીઓના બ્લડ પ્રેશર તેમજ બ્લડ સુગર પણ ચકાસવામાં આવેલ હતા.  લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), તેમજ સુદર્શન નેત્રાલયના સહયોગથી નિયમિત રીતે દર મહિનાના બીજા ગુરૂવારે લાયન્સ હોલ લોર્ડ એન્જલ હોટલની સામે જુના માર્કેટિંગ યાર્ડ અમરેલીમાં નેત્રમણી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન થાય છે. આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) તરફથી પ્રમુખ  લાયન કિશોરભાઇ શિરોયા, લાયન પ્રા. એમ. એમ.પટેલ, ટ્રેઝરર લાયન બિમલભાઇ રામદેવપૂત્રા, લાયન રમેશભાઈ ગોલ, લાયન અશ્વિનભાઈ ડોડિયા, લાયન જયેશભાઈ પંડયા, લાયન સાહસભાઇ ઉપાધ્યાય, , તેમજ સુદર્શન નેત્રાલય તરફથી કિર્તીભાઈ ભટ્ટ, નિલેશભાઈ ભીલ અને તેમની  ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/