fbpx
અમરેલી

અમરેલીની યુવા વૈજ્ઞાનિક પ્રતિભા ગોંડલિયા કાવ્ય મનોજભાઈની સિદ્ધિને બિરદાવતા કૌશિકભાઈ વેકરીયા.

અમરેલીની ડો. કલામ ઇનોવેટિવ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી કાવ્ય મનોજભાઈ ગોંડલિયા દ્વારા વિક્રમ સારાભાઇ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર દ્વારા આયોજિત ઈનોવેશન ચેલેન્જ સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે તેમના ઇનોવેશનને સ્થાન મળ્યુંછે સમગ્ર દેશના વિદ્યાર્થીઓ દ્વારા હજારોની સંખ્યામાં તેમના ઇનોવેશન રજુ કરવામાં આવેલા જેમાં કલામ કેમ્પસના વિદ્યાર્થી કાવ્ય ગોંડલિયા અમરેલી જિલ્લાના એક્માત્ર વિદ્યાર્થીછે કે જેમના ઈનોવેશનની પસંદગી રાષ્ટ્રીય સ્તરે થઈ હોય કવ્યભાઈને નાનપણથીજ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં ખુબ રસછે તેઓ પોતાની નિરીક્ષણ શક્તિ અને સર્જનાત્મકથી પ્રોબ્લેમ સોલ્વ કરવાની સાથે અનેક વર્કિંગ મોડેલ બનાવી ચૂક્યાછે.

કાવ્યભાઈ ચિખલકુબા ખાતે પ્રકૃતિ શિબીરમાં ગયેલા ત્યારે ફોરેસ્ટ ઓફિસર ત્રીવેદી સાહેબ દ્વારા રેસ્કયુ ઓપરેશનની માહિતિ આપવામાં આવિ અને તેમના માટે પડતી તકલીફ પણ વિધાર્થીઓને જણાવવામાં આવી તો કાવ્યભાઇ દ્વારા વન્યપ્રાણીના રેસ્ક્યુ માટેનું એક એવુ મોડલ બનાવ્યું છે કે જે લિફ્ટની માફક કામ કરશે અને સાથે તે સેફ્ટી સાથે કૂવા કે ઊંડાણ વાળી જગ્યામાં પાંજરામાં પરિવર્તિત થઈ સહેલાઈથી અને અકસ્માત વગર રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવશે આ પ્રોજેકટ પર કાર્ય કરવા માટે કાવ્યભાઈ વૈજ્ઞાનીકો પાસે માર્ગદર્શન મેળવી રાષ્ટ્રીય સ્તરના બુટકેમ્પ માં ભાગ લેવાના હોયતે ઐતિહાસિક સિદ્ધિ માટે અમરેલીના ધારાસભ્ય અને નાયબ દંડક એવાશ્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા તેમની આ સિદ્ધીને બિરદાવવામાં આવી હતી

અને અમરેલીને ઇનોવેશનના ક્ષેત્રમાં ગૌરવ અપાવવા માટે મોમેન્ટો અને સાલ અર્પણ કરી અભિનંદન આપ્યા હતા અને સાથે તેમણે ઉમેર્યુ હતુંકે ભારત દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી વીદ્યાર્થીઓ નવા ઇનોવેશન કરે અને આ ક્ષેત્રમાં આગળ વધેતે માટે અઢી લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ અને તમામ જરૂરી પ્લેટફોર્મ આપી રહ્યા હોય ત્યારે અમરેલીના વિદ્યાર્થીઓ ઇનોવેશન ક્ષેત્રે આગળ આવે અને અમરેલીને કાવ્યભાઈ ની જેમ ગૌરવ અપાવે તેમાટે આહવાન કરવાની સાથે તેમને અભીનંદન આપવામાં આવ્યાં હતાં અને સાથે તેમણે ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલના સંચાલકોને અમરેલીના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધીની
સ્પર્ધામાટે તૈયાર કરવા અને તેઓ પણ ગ્લોબલ સ્તરે ઐતિહાસીક સિદ્ધિ મેળવી શકેતે માટેનો આત્મવિશ્વાસ અપાવવા માટે અભીનંદન આપ્યા હતા
તેવુ ડો.કલામ ઇનોવેટિવ સ્કૂલના આચાર્ય ઋષીભાઈ પંડયાની યાદીમાં જણાવવમાં આવેલછે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/