fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં પુરૂષોતમલાલજી મહારાજશ્રીનો ૧૦૭મો પ્રાગટ્યોત્સવ ધામધૂમથી ઉજવાયો.

શ્રી મહાપ્રભુજી બેઠકજી સાવરકુંડલા આપશ્રીની આજ્ઞા મુજબ આજ અમરેલી શ્રી  વલ્લભકુળ પરિવાર ઘરના દાદાજી શ્રી પૂરૂષોતમલાલજી મહારાજ શ્રીનો ૧૦૭ મો પ્રાગટ્ય ઉત્સવ ધામધુમથી તેમના સેવકો દ્વારા ઉજવવામાં આવેલ  

જેમા આજ સવારે મંગલા દર્શન બાદ પલના નંદમહોત્સવમાં ગામેગામથી કીર્તનવાળા આવી  કિર્તનની રમઝટ  ભાવપૂવઁક બોલાવીને  પ્રભુને ખુબ જ લાડ લડાવી વૈષ્ણવોને મુગ્ધ કરી દીધા હતા. બહોળી સંખ્યામાં વૈષ્ણવો ભાવવિભોર થઈ નંદમહોત્સવનો આનંદ માણેલ ત્યાર બાદ શ્રી પૂરૂષોતમલાલજી મહારાજશ્રીને તીલક માળાજી મનોરથી દ્વારા અપઁણ  કરવામાં આવેલ ત્યાર બાદ આપશ્રીની પાદુકાજીને કેસર સ્નાન કરાવી દરેક વૈષ્ણવો ધન્યતા અનુભવી રહ્યાં હતા પછી રાજભોગ આરતીમાં તીલક આરતી  થયેલ તથા પધારેલા તમામ વૈષ્ણવો મહાપ્રસાદ લઈ પોતાને ભાગ્યવાન સમજી રહ્યાં હતા કેમ કે પદ છે કે આજનો લ્હાવો લીજીયે કાલ કોણે દીઠી છે આગામી ભાદરવા વદ ૧૨ ને બુધવાર તારીખ ૧૧-૧૦-૨૦૨૩

આપશ્રી રાજુબાવાશ્રીના સાનિધ્યમાં દાન મનોરથ તથા સમૂહમાળા પહેરામણીનુ આયોજનની જાહેરાત કમિટિ દ્વારા કરવામાં આવેલ છે આપશ્રીની,કૃપાથી  શ્રી મહાપ્રભુજી બેઠકજીમાં વિવિધ મનોરથોનું  આયોજન થઈ રહ્યાં છે જે માટે સાવરકુંડલાના વૈષ્ણવો ખુબ જ આનંદની લાગણી અનુભવી રહ્યાં છે ને વૈષ્ણવો તનમનધનથી સહકાર આપી રહ્યાં છે સાથોસાથ મીડીયાવાળા તથા પત્રકાર ભાઈઓ પૂરેપુરો સાથ આપી રહ્યાં છે જે બદલ  કમિટિના સમગ્ર ભાઈઓ દરેકનો ખુબ આભાર માની રહ્યાં છે એમ  રાજુભાઈ, વિજયભાઈ, કાંતીભાઈ, વલભભાઈની યાદી જણાવે છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/