fbpx
અમરેલી

જિલ્લા કક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લેવા માટે સંસ્થા/મંડળો પ્રવેશપત્ર મોકલી શકશે

અમરેલી તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૩ (ગુરૂવાર) યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી,જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી,અમરેલી સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન આગામી સમયમાં થનાર છે.  રાસ, પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા વિભાગની સ્પર્ધા યોજાશે. ત્રણેય વિભાગમાં પ્રથમ ક્રમે વિજેતા બનનાર વૃંદો રાજ્યકક્ષાએ અમરેલીનું પ્રતિનિધિત્વ કરશે. રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લેવા માટે સંસ્થા/મંડળો કચેરીના બ્લોગ એડ્રેસ dsoamreli.blogspot.com પરથી અથવા કચેરી પરથી પ્રવેશપત્ર મેળવી શકશે.

પ્રાચીન અને અર્વાચીન ગરબા માટે ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા રહેશે,જ્યારે રાસ સ્પર્ધામાં ૧૪ થી ૪૦ વર્ષની વયમર્યાદા ધરાવતા કલાકારો ભાગ લઈ શકશે. સંસ્થા/મંડળોએ પોતાનું પ્રવેશપત્ર તૈયાર કરી ઉંમરના આધાર પુરાવા (આધારકાર્ડ, જન્મ તારીખ દાખલો) સાથે પોતાનું નામ, સરનામુ, મોબાઈલ નંબર, વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશે. પ્રવેશપત્ર તા. ૦૫.૧૦.૨૦૨૩ બપોરના ૧૨ વાગ્યા સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી, બહુમાળી ભવન,બ્લોક-સી, રૂમ નંબર-૧૧૦,૧૧૧ પ્રથમ માળે,અમરેલીને મળે તેમ મોકલવાની રહેશે.વધુ વિગતો માટે નં.૦૨૭૯૨-૨૨૩૬૩૦ પર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી,અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/