fbpx
અમરેલી

આદર્શ આચાર્યા વર્ષાબેન નરેન્દ્રભાઈ ખખ્ખરનું આચાર્ય સંઘ અમરેલી દ્રારા ભવ્ય સન્માન કરાયું

સંસ્કારી શહેર સાવરકુંડલાની શ્રી નૂતન કેળવણી મંડળ હેઠળ ચાલતી પ્રતિષ્ઠિત શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઇસ્કુલ અને  શ્રી એ.કે.ઘેલાણી ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલનાં આદર્શ પ્રિન્સિપાલશ્રી વર્ષાબેન એન. ખખ્ખર કુલ ૩૨ વર્ષની શૈક્ષણિક સુવાસભરી સેવા આપીને તાજેતરમાંજ વયનિવ્રૃત થયા છે.

   આચાર્યાશ્રી વર્ષાબેને શાળામાં ૩૨ વર્ષ સુધી ઉમદા શૈક્ષણિક સેવા આપી છે, સાથે-સાથે આચાર્ય સંઘમાં પણ પરિવાર ભાવના અને સકારાત્મક અભિગમ દ્રારા સુંદર ઉદાહરણ પુરુ પાડીને શિક્ષણ અને સામાજિક ઘડતરમાં પોતાનું આગવું યોગદાન આપ્યું છે. આચાર્ય બનતાની સાથે શરૂઆતથી જ આચાર્ય સંઘમાં હોદ્દો ધરાવી કાર્યરત રહી સંઘ ભાવનાને   મહત્વ આપતા રહ્યા છે. શિક્ષણયાત્રી શ્રી વર્ષાબેને ૧૭ વર્ષ સુધીની આચાર્યની સેવાકાળ દરમિયાન ડીઈઓ ઓફિસ દ્રારા સોંપવામાં આવેલ કયુડીસી કન્વીનર તરીકેની કામગીરી દ્રારા ડીઈઓ શ્રી સાથેની સાવરકુંડલાની તમામ શાળાની માહિતી આપ-લેની કામગીરી પણ સુપેરે નિભાવી છે ત્યારે ડીઈઓ ઓફિસ અને આચાર્ય સંઘે બહેનશ્રીની સુંદર કામગીરીની નોંધ લઇ અનેક મહાનુભાવો અને અધિકારીશ્રીઓની હાજરીમાં સન્માન પત્ર અર્પણ કરી ગૌરવ અને હર્ષની લાગણી અનુભવી છે. ઉજળી પ્રતિભા તરીકે સમાજમાં વર્ષાબેનનાં અનેક રીતે વધામણા થયા છે. સમાજે સારી રીતે યોગ્ય સમયે યોગ્ય સન્માનોથી  નવાજ્યા છે, જેમાં આજે એક મોંરપીંછની માફક સન્માન પત્ર ઉમેરાયું છે.

     તેમની અવિરત સેવાભાવના સ્વરૂપે અનેક સન્માનપત્રો , બહુમાનો જુદી-જુદી સંસ્થાઓ તેમજ શ્રેષ્ઠીઓ  દ્રારા મળ્યા છે.જેવાકે,

૧.બેસ્ટ છાત્રા એવોર્ડ-ગોલ્ડ મેડલ ભાવનગર 

૨.બેસ્ટ શાળા એવોર્ડ-અમરેલી ડીઈઓ ઓફિસ 

૩.બેસ્ટ રઘુવંશી રત્ન એવોર્ડ-અમરેલી

૪. શ્રી સુભદ્રાબેન ચિ.શ્રોફ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ-રાજકોટ 

૫.બેસ્ટ ટીચર્સ એવોર્ડ- વિરપુર

૬.બેસ્ટ પ્રિન્સિપાલ એવોર્ડ-ઓપન પઈઝ દ્રારા -મહેસાણા

૭.શ્રેષ્ઠ રઘુવંશી નારી ગૌરવ પ્રતિભા આંતરરાષ્ટ્રીય એવોર્ડ-અમદાવાદ 

૮. વ્યક્તિ વિશેષ સન્માન:-

સાવરકુંડલા વિરદાદા જસરાજ સેના,શ્રી લોહાણા મહાજન સાવરકુંડલા, શ્રી લોહાણા મહાજન-અમરેલી ,શ્રી લોહાણા મહાજન-ધારી, શ્રી સુચક હોસ્ટેલ સા.કું., શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન સા. કું.. શ્રી રામાનંદી હોસ્ટેલ સા. કું., શ્રી યોગી ઈન્ટરનેશનલ સ્કુલ-ધારી, શ્રી બેઠકજી સા. કું.,શ્રી હવેલીજી સા . કું., શ્રી સ્ટેટ બેંક સા. કું, શ્રી પ્રમુખ આર્ટસ સા.કું., શ્રી બ્રહ્મા કુમારીઝ સા.કું.,શ્રી સ્વામિનારાયણ મંદિર સા. કું., શ્રી નગરપાલિકા સા. કું ., શ્રી નૂતન સ્કૂલ-અમરેલી,શ્રી ગુજરાત સરકાર વગેરે.

       શિક્ષણયાત્રી શ્રી વર્ષાબેન એન. ખખ્ખર સૌમ્ય અને મૃદુ સ્વભાવથી વિદ્યાર્થીઓને દીકરીનું મધુરમીઠું સંબોધન કરી , દીકરીઓનાં  પ્રેમાળ “મૉં” બની  કાર્ય કરતા હતા ,જેથી આજે પણ દીકરીઓ અને વાલીશ્રીઓ ગુરુવર્ય બહેનશ્રીને સતત ફોન કરી માર્ગદર્શન મેળવે છે તેમજ પોતાના પ્રશ્ર્નો સોલ્વ કરે છે.

આ પ્રસંગે સમગ્ર અમરેલી જિલ્લામાંથી આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/