fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની કાર્યાલય અટલ ધારા ખાતે તારીખ ૨૯,૩૦ ના રોજ આયુષ્યમાન કાર્ડ કેમ્પનું તથા આવકનો દાખલો કાઢી આપવાનું આયોજન કરવામાં આવનાર છે.

પોતાના પરિવારના આરોગ્યની સુરક્ષા સંદર્ભે બહોળા પ્રમાણમાં લોકોએ લાભ લેવા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા દ્વારા જાહેર અપીલ કરવામાં આવે છે.સાવરકુંડલા શહેરમાં આવેલ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના કાર્યાલય અટલ ધારા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે સેવા સપ્તાહ અભિયાન અંતર્ગત લોકોના આરોગ્ય માટે અતિ ઉપયોગી આવકનો દાખલો તથા આયુષ્યમાન કાર્ડ કેમ્પનું તારીખ તારીખ ૨૯-૯-૨૦૨૩ ને આવકનો દાખલો અને બીજે દિવસે અર્થાત તારીખ ૩૦ સપ્ટેમ્બરના રોજ  આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનાં કેમ્પનુ આયોજન કરવામાં આવેલ છે. આ બંને દિવસના કાર્યનો સમય સવારે ૯-૩૦ થી સાંજે ૫-૦૦ વાગ્યા સુધીનો રહેશે. આ કેમ્પનો લાભ લેવા માટે નીચેની વિગતો ખાસ  ધ્યાન પર લેવી. કેમ્પનો લાભ લેવા અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. રજિસ્ટ્રેશન માટે વ્યક્તિનું પોતાનું સંપૂર્ણ નામની વિગત મો. નંબર ૯૩૨૮૧૧૨૮૬૪ પર વોટ્સએપના માધ્યમથી મોકલવી, જેમની પાસે અગાઉથી આવકનો દાખલો હોય તેમને કેમ્પના પ્રથમ દિવસે તારીખ ૨૯ સપ્ટેમ્બરના રોજ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે. આયુષ્યમાન કાર્ડ કેમ્પના આયોજનનો મુખ્ય હેતુ લોકોના પરિવારજનોને આરોગ્ય ક્ષેત્રે સુરક્ષા પ્રદાન કરવાનો છે. તો વધુમાં વધુ લોકો આ કેમ્પનો બહોળા પ્રમાણમાં લાભ લે તેવી ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ જાહેર અપીલ કરી છે

ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાનું કાર્યાલય અટલ ધારા સાવરકુંડલા શહેરના મહુવા રોડ પર સ્થિત કલ્યાણ સોસાયટી સામે મુખ્ય માર્ગથી ખૂબ નજીક આવેલ છે જેની સર્વોએ નોંધ લેવી.

ReplyReply allForward
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/