fbpx
અમરેલી

‘ગાંધીનગર સાહિત્ય સભા’ના સદસ્યોની ‘કલાપી તીર્થ’ની મુલાકાત સંપન્ન

‘ગાંધીનગર સાહિત્ય સભા’ના ૭૦થી વધુ સદસ્યો-સર્જકોએ તા. ૨૮ સપ્ટેમ્બરના રોજ, રાજવી કવિ કલાપીની સ્મૃતિઓને સાચવીને બેઠેલા, લાઠી-અમરેલી સ્થિત ‘કલાપી તીર્થ’ની મુલાકાત લીધી હતી. મુલાકાતી સૌને આપણી ભાષાના આ એક ઉત્તમ – ઉર્મિલ કવિને જાણે કે રૂબરૂ મળ્યા હોય, એવી અનુભૂતિ થઈ હતી.

     ગાંધીનગર સાહિત્ય સભાના સદસ્યો ‘કલાપી તીર્થ’ પહોંચ્યા ત્યારે ‘કલાપી તીર્થ ટ્રસ્ટ’ના સર્વશ્રી શાન્તિભાઈ વિસનગરા,પ્રવીણભાઈ બુચ અને જી.જી.રાઠોડે ગાંધીનગર સાહિત્ય સભાના સૌ સદસ્યોનું પુષ્પગુચ્છથી અને ‘કલાપી તીર્થ’ના સ્વપ્નદષ્ટા, પૂર્વ ક્લેક્ટર પ્રવીણ ગઢવીનું ટ્રસ્ટે વિશેષ સન્માન કર્યું હતું.

     ‘કલાપી તીર્થ’ પહોંચતા પહેલા માર્ગમાં આવતા ભૂરખીયા હનુમાન મંદિર પરિસર ખાતે સ્થાનિક ‘આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ’ ના સર્વશ્રી પરેશ મહેતા, રાજુ રિઝિયા,ભરત પાડા હાર્દિક વ્યાસ, ઘનશ્યામ પરમાર અને મહેશ ચૌહાણ  દ્વારા ‘ગાંધીનગર સાહિત્ય સભા’ના સૌ સદસ્યોનું ભાવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુલાકાતને અંતે જળસંચય પ્રવૃતિના ઉત્તમ ઉદાહરણ સમી – પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાની પરિકલ્પના સમી લાઠીસ્થિત  ‘હેતની હવેલી’ ખાતે, કલાપી પરિવારના માન. શ્રી મહેન્દ્રસિંહજી (કલાપીના પ્રપૌત્ર)ની ઉપસ્થિતિમાં સંવાદસભા પણ યોજાઈ હતી.

       મહેન્દ્રસિંહજી કે જેમના તરફથી ભેટ મળેલી કલાપીની તમામ હસ્તપ્રતો, યાદગીરીઓ ‘કલાપી તીર્થ’માં પ્રદર્શિત થઈ સચવાઈ છે, તેનો તેમણે સવિશેષ આનંદ વ્યક્ત કર્યો હતો. તો ‘હેતની હવેલી’ના સંવાહક કનકભાઈએ સૌને આવકારી ૨૫ લાખ પ્લાન્ટેશન અને ૧૨૫ સરોવરોના નિર્માણ સાથે ‘હેતની હવેલી’ની જળસંચય પ્રવૃત્તિઓથી સૌને સુમાહિતગાર કર્યા હતા.

         ગાંધીનગર સાહિત્ય સભાના અધ્યક્ષ રમેશ ઠક્કર ,પ્રવીણ ગઢવી અને સદસ્યોએ મહેન્દ્રસિંહને સાલ અને સ્મૃતિચિહ્નથી સન્માન્યા હતા. તો ‘સભા’ની મહિલા સદસ્યોએ ‘હેતની હવેલી’ના સૂત્રધાર કનકભાઈને સન્માનિત કર્યા હતા.

        શ્રી રમેશ ઠક્કરે કલાપી તીર્થની મુલાકાત માટે સહયોગ પાડનાર સૌનો આભાર માનીને, સર્વશ્રેષ્ઠ કવિ કલાપીને તેમની ૧૫૦મી જન્મજયંતિના આ વર્ષે ભાવપૂર્ણ સ્મરણાંજલિ વ્યક્ત કરી હતી. શ્રી પ્રવીણ ગઢવીએ પણ ‘કલાપી તીર્થ’ના સાકાર થવા પાછળના ઘટનાક્રમની હકીકતો સવિસ્તાર રજૂ કરી હતી. કવિઓ સર્વશ્રી હરજીવન દાફડા, પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’, પ્રવીણ ગઢવી,હાર્દિક વ્યાસ સૌએ કવિતાપઠન કર્યું હતું.

        આ પ્રસંગે ગાંધીનગર સાહિત્ય સભાના સદસ્યો સર્વશ્રી સંજય પટેલ, રાઘવજી માધડ, કનૈયાલાલ ભટ્ટ, નિરંજન શાહ, રમણ વાઘેલા, મનોજ શુક્લ, નટુભાઈ પરમાર,  ગીરા ભટ્ટ,  માયાબેન ચૌહાણ  તથા મોટી સંખ્યાના સર્જકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રતિનિધિઓ અજયસિંહ પરમાર-યજ્ઞેશ પ્રજાપતિ પણ પ્રવાસમાં જોડાયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/