fbpx
અમરેલી

અમરેલીમાં નાયબ સેક્શન અધિકારી. નાયબ મામલતદારની પ્રિલીમીનરી પરીક્ષા દરમિયાનકાયદો વ્યવસ્થા જાળવવા અને ગેરરીતિઓ અટકાવવા જાહેરનામું

 આગામી તા.૧૫ ઓક્ટોબરના રોજ અમરેલી શહેરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની પ્રિલીમીનરી પરીક્ષા શહેરની વિવિધ શાળાઓમાં યોજાવાની છે. શહેરના ૧૮  પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ રીતે, પારદર્શિતા સાથે પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ  થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૦૨ વાગ્યા દરમિયાન પરીક્ષા કેન્દ્રો અને આજુબાજુના વિસ્તારોમાં પ્રતિબંધાત્મક આદેશ દર્શાવતું જાહેરનામું ફરમાવ્યું છે.

           પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેકસનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના ઝેરોક્ષ તેમજ ફેકસ મશીનના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુ ટુથ, ઈયરફોન, કેમેરા, લેપટોપ લઇ જવા પર પ્રતિબંધ રહેશે. પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવાં પર પ્રતિબંધ રહેશે (જેમાં પરીક્ષાર્થીઓ, પરીક્ષા ફરજ પર રોકાયેલા અધિકારશ્રીઓ, કર્મચારીશ્રીઓ, જાહેર માર્ગ પરથી પસાર થતા વાહનોમાં બેસેલા મુસાફરો, સ્થાનિક સબ ડીવીઝલન મેજિસ્ટ્રેટશ્રી, તાલુકા મામલતદારશ્રીને મુક્તિ આપવામાં આવી છે.)

           પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. પરીક્ષાર્થી કે તેના સાથે સંકળાયેલા કોઈ પણ કર્મચારી તેઓના મોબાઈલ પરીક્ષા બિલ્ડીંગમાં લઈ જઈ શકશે નહીં. આ ઉપરાંત કોઈ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહીં, પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઈ પણ વસ્તુ ઈલેક્ટ્રોનિક આઈટમ/પુસ્તક, કાપલીઓ, મોબાઈલ ફોન, ઝેરોક્ષ નકલનું વહન કરવું નહીં કે કરાવવામાં મદદગારી કરવી નહીં. પરીક્ષા દરમિયાન દરેક કેન્દ્રના સંચાલકોએ શાળામાં ઝેરોક્ષ મશીન, સ્કેનર બાબતે એકરારનામું કરવાનું રહેશે, તેમજ આવા મશીનો સીલ કરીને રાખવાના રહેશે. જિલ્લા શિક્ષણાધિકારીએ આ અંગે ખરાઈ કરી અને આ બાબતનું પ્રમાણપત્ર કેન્દ્રના સંચાલક પાસેથી અચૂક મેળવી લેવાનું રહેશે.

         આ જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ સજાપાત્ર છે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, અમરેલી, સંબંધિત દરેક પરીક્ષા કેન્દ્રના સંચાલકશ્રીઓ, તથા અમરેલી શહેરી/તાલુકા પોલીસ સ્ટેશનના થાણા અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.

પરીક્ષા કેન્દ્રો:

          જિલ્લામાં આ પરીક્ષા દિપક હાઈસ્કુલ, ગાયત્રી મંદિર પાસે ચિત્તલ રોડ, અમરેલી,  કમાણી ફોરવર્ડ હાઈસ્કુલ સેન્ટર-એ, વરસડા રોડ, સેન્ટર પોઈન્ટ, સરદાર સર્કલ, અમરેલી, શ્રીમતિ જીજીબેન ફોરવર્ડ હાઈસ્કુલ, વરસડા રોડ, સેન્ટર પોઈન્ટ સામે, અમરેલી, ટી.પી. એન્ડ એમ.ટી. ગર્લ્સ હાઈસ્કુલ, નાગનાથ પાસે, અમરેલી, એસ.એસ. અજમેરા ગર્લ્સ હાઈસ્કુલ, સ્ટેશન રોડ, અમરેલી, કે.કે.પારેખ અને મહેતા વિદ્યાલય (લીલાવંતી), સિવિલ હૉસ્પિટલ સામે,  શ્રી.બી.એન. વિરાણી હાઈસ્કુલ યુનીટ-૧ ચક્કરગઢ રોડ, અમરેલી,  શ્રી.બી.એન.વિરાણી હાઈસ્કુલ યુનીટ-૨, ચક્કરગઢ રોડ, અમરેલી,  સી.વી. ગજેરા સેકન્ડરી સ્કુલ, વિદ્યાસભા, લાઠી રોડ, અમરેલી, એસ.એચ. ગજેરા હાયર સેકન્ડરી સ્કુલ, વિદ્યાસભા, લાઠી રોડ, અમરેલી, કે.કે.પારેખ કોમર્સ કોલેજ સેન્ટર-એ, વિદ્યાવિહાર લાઠી રોડ, કોલેજ કેમ્પસ, અમરેલી, કામાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ કોલેજ સેન્ટર-એ, લાઠી રોડ, અમરેલી, કામાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ કોલેજ સેન્ટર-બી, લાઠી રોડ, અમરેલી, સેન્ટ મેરી હાઈસ્કુલ, લાઠી રોડ, અમરેલી, ઓક્સફર્ડ સ્કુલ ઓફ સાયન્સ, કેરિયા રોડ, અમરેલી, પાઠક સ્કુલ,  હનુમાનપરા, અમરેલી, સરસ્વતી વિદ્યામંદિર (SSVM) લાઠી રોડ, એસ.ટી. ડીવીઝન પાછળ, અમરેલી, ખાતે આ પરીક્ષાઓ યોજાશે. આ તમામ કેન્દ્રો ખાતે ઉપરોક્ત પ્રતિબંધાત્મક આદેશ લાગુ પડશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/