fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલા શિવશક્તિ હોલમાં શિવશક્તિ  ગ્રુપ દ્વારા સાવરકુંડલા નગરપાલિકાના નવનિયુક્ત હોદેદારોને શુભેચ્છા સંન્માન સમારંભ યોજાયો.

આ તકે અરવિંદભાઈ મેવાડા તથા નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી, શાસક પક્ષના નેતા કરશનભાઇ આલ ,જીવનભાઈ હીરપરા, ચંપુભાઇ ધાધલને પણ સંન્માનિત કરવામાં આવેલ.ગતરોજ સાંજના સુમારે સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર પાંચનાં હાથસણી રોડ પર આવેલા શિવશક્તિ હોલમાં શિવશક્તિ ગ્રુપ દ્વારા સાવરકુંડલા નગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી સન્માનિત કરવાનો સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે સાવરકુંડલા નગરપાલિકા ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી, અરવિંદભાઈ મેવાડા, જીવનભાઈ હીરપરા, કરશનભાઈ આલ તથા ચંપુભાઇ ધાધલનું શાલ ઓઢાડી ફૂલહાર દ્વારા સ્વાગત કરવામાં આવેલ. આ પ્રસંગે ડી. કે પટેલ, રામદેવસિંહ ગોહિલ સમેત અનેક અગ્રણીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી. આ પ્રસંગે વકતાઓએ પોતાના સંન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો

અને પોતાનામાં મૂકેલા વિશ્વાસને ચરિતાર્થ કરવાની પ્રતિબધ્ધતા દર્શાવી હતી. અરવિંદભાઈ મેવાડાએ તો પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કેસમય હમેશા પરિવર્તનશીલ છે. ઉતાર ચડાવ તો આવતાં જ રહે. આ વાતનું દ્રઢીકરણ કરીને હમેશાં નિરાભિમાની નિખાલસ અને સાલસ થઈને જાહેર જીવનમાં આગળ વધવું.. નિરાશાને કદી પણ પાસે ફરકવા ન દેવી હમેશાં સકારાત્મક વલણ અને સ્પષ્ટ વિઝન સાથે જીવનના દરેક તબક્કાઓનો મુકાબલો કરવો. એવી માર્મિક ટકોર પણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઉદઘોષક તરીકે સુરેશભાઈ મહેતાએ ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં સંચાલન કરેલ. આ પ્રસંગે ઉપસ્થિત મંગળુભાઇ, દિલુભાઇ, સાવલીયાભાઈ સમેત શિવશક્તિ ગ્રુપના અગ્રણીઓએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ભોજન સમારંભ પણ યોજાયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/