fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ પાસે રેલવે ટ્રેક પર પંદરથી વઘુ ગાયોના રેલવે અકસ્માતમાં મોત થયાનુ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવેલ છે. આ સમાચાર મળતાં જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ  અને દુખની લાગણી પ્રસરી જવા પામી. 

સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ પાસે રેલવે ટ્રેક પર ગમખ્વાર અકસ્માત સર્જાયો.. બાઢડા પાસેના રેલવે ટ્રેક પર પંદર થી વધુ ગાયોના આ અકસ્માતમાં મોત થયાનું પ્રાથમિક અનુમાન છે. એક તરફ સાવરકુંડલા રેલવે સ્ટેશનને આધુનિક બનાવવાની વાતો થઈ રહી છે ત્યારે રેલવે ટ્રેક પર થતાં આવા અકસ્માતો વિકાસ માટે લાલ બત્તી સમાન ગણાય. સ્ટેશનો આધુનિક થાય કે ન થાય પરંતુ રેલવે ટ્રેક પર થતાં આવા ગંભીર અને ગમખ્વાર અકસ્માતો નિવારવા માટે રેલવે વિભાગ દ્વારા કોઈ ચુસ્ત વ્યવસ્થા કરવી જોઈએ તેવું જીવદયા પ્રેમીઓમાં ચર્ચાય રહ્યું છે.

આટલી મોટી સંખ્યામાં આવા અકસ્માતને લીધે નિર્દોષ પ્રાણીઓના કમકમાટી ભર્યા મોતના સમાચાર મળતાં સમગ્ર શહેરમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. વધુ વિગતની રાહ જોવાઈ રહી છેમળતી પ્રાથમિક માહિતી મુજબ મહુવા થી સુરત તરફ જતી પેસેન્જર ટ્રેન બાઢડા ખાતે રેલ્વે ટ્રેક પર આ અકસ્માત સર્જાયો હતો. આ સમાચાર મળતાં સાવરકુંડલા શહેરની સંસ્થાના કાર્યકરો જીવદયા પ્રેમીઓએ અકસ્માત સ્થળે પહોંચી શક્ય એટલો સહકાર આપ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/