fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૩૦૧૪૫/ ૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦બી, ૩૪ મુજબના ગુનાનો આરોપી છેલ્લા છ માસથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, મજકુર આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે આજ રોજ તા.૧૩/૧૦/૨૦૨૩ નાં રોજ બોટાદથી પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. .

પકડાયેલ આરોપીની વિગતઃ-

ખીમજીભાઇ ખોડાભાઇ માથોડીયા, ઉ.વ.૫૨, રહે.બોટાદ, રાધાકૃષ્ણ સોસાયટી/૩, પાંચપડા, શ્રીહરી એપાર્ટમેન્ટની સામે, તા.જિ.બોટાદ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. મહેશભાઇ સરવૈયા તથા હેડ કોન્સ. તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. ઉદયભાઇ મેણીયા દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/