fbpx
અમરેલી

કુંડલા શહેરમાં આજરોજ નવરાત્રિના નવલાં નોરતાંના પ્રારંભ કાળે માતાજીની આરાધના અર્થે પૂજા સામગ્રીનું વેચાણ પૂરજોશમાં.

સાવરકુંડલા શહેરમાં આજરોજ નવરાત્રિના નવલાં નોરતાંના પ્રારંભ કાળે માતાજીની આરાધના અર્થે પૂજા સામગ્રીનું વેચાણ પૂરજોશમાં.. માઈ ભક્તો હોંશે હોંશે શ્રધ્ધા અને આસ્થાભેર નવલાં નોરતાંના પાવન પર્વ પર માતાજીના પૂજન અર્ચન કાજે  જરૂરી પૂજા સામગ્રીઓ ખરીદવા માટે અહીની મેઈન બજારની દુકાનોમાં ભારે ધસારો જોવા મળ્યો… 

આજથી શરૂ થતાં નવલાં નોરતાના પ્રારંભ કાળે જ આજ સવારથી જ માતાજીની ચુંદડી, ધજા, માતાજીના શણગાર અને વિવિધ રંગો અને ડીઝાઈનવાળા ગરબાઓનું શહેરમાં ધૂમ વેચાણ થઈ રહ્યું જોવા મળેલ. તો વળી કોઈ ત્રાંબા પિત્તળના ગરબા પણ વાસણની દુકાનોમાંથી ખરીદી કરી રહ્યા છે. આમ સાવરકુંડલા શહેર માતાજીના ભક્તિભાવ સાથે નવલા નોરતાની ઉજવણી કરવા સજજ થઇ રહેલું જોવા મળે છે. આજ સવારથી જ સાવરકુંડલા શહેરની મેઇન બજારમાં માતાજીના શણગારની દુકાનોમાં માઈભકતો માતાજીની પૂજા સામગ્રી ખરીદતાં જોવા મળેલ છે.

તો વળી માતાજીને પ્રસાદ અર્પણ કરવા માટે મીઠાઈ અને ફળોની દુકાનોમાં પણ આજે લોકો ખરીદી કરતાં જોવા મળેલ છે. આજે રવિવાર એટલે આમ તો સાવરકુંડલા શહેરના વેપારીઓ બપોર પછી તો લગભગ પોતાના ધંધા રોજગાર બંધ રાખતાં હોય છે. પરંતુ આમ ગણીએ તો આસો માસનો પ્રારંભ એટલે નવલાં નોરતાં શરૂ થતાં હોય એટલે નવરાત્રિના ઉપલક્ષમાં થતી ખરીદી માટે લોકોનો ધસારો વધુ હોય આજે રવિવારે બપોર પછી ધંધા રોજગાર ચાલુ રહશે  તેવું પૂર્વાનુમાન પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. આમ પણ આસો માસ એટલે તહેવારોનો જ માસ ગણાય….શક્તિ અને ભક્તિના પર્વ નિમિત્તે લોકોમાં આ પર્વને ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવાનો થનગનાટ જોવા મળી રહ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/