fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં લોહાણા મહાજન પ્રેરિત વીરદાદાજસરાજ સેના દ્વારા આયોજિત તેરમાં રઘુકુળ નવરાત્રિ મહોત્સવનો અહીં લોહાણા વિદ્યાર્થી ભવનનાં કેમ્પસમાં સમાજના પ્રતિષ્ઠિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો

સાવરકુંડલા શહેરમાં લોહાણા મહાજન પ્રેરિત વીરદાદાજસરાજ સેના દ્વારા આયોજિત તેરમાં રઘુકુળ નવરાત્રિ મહોત્સવનો અહીં લોહાણા વિદ્યાર્થી ભવનનાં કેમ્પસમાં સમાજના પ્રતિષ્ઠિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો. માનવ મંદિરના પૂ.ભક્તિરામ બાપુએ પણ માઁ ના ગુણલાં ગાવા માટેના આ મહોત્સવમાં ઉપસ્થિત રહીને આશીર્વાદ આપ્યા.

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા લોહાણા વિદ્યાર્થી ભવનનાં કેમ્પસમાં પ. પૂ ભક્તિરામ બાપુ અને સમાજના પ્રતિષ્ઠિત રઘુવંશીઓની ઉપસ્થિતિમાં લોહાણા મહાજન પ્રેરિત વીરદાદાજસરાજ સેના આયોજિત  માઁ ના ગુણલા ગાવા માટે રઘુકુળ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થયો. આમ નવલાં નોરતાના નવ દિવસ સમેત વિજયાદશમીના પર્વ સુધી આ મહોત્સવમાં સાવરકુંડલા શહેરના અંદાજિત ૫૦૦ થી વધુ રઘુવંશી પરિવારો રઘુવંશી જ્ઞાાતિના વડીલોની ઉપસ્થિતિ અને આશીર્વાદ સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમશે. આમ ગણીએ તો વીરદાદાજસરાજ સેના છેલ્લા એક દશકા કરતાં વધારે સમયથી રઘુવંશી જ્ઞાાતિના સંતાનોને પોતાના જ્ઞાતિ સ્વજનો વચ્ચે ગરબા રમવાનું એક અનોખું પ્લેટફોર્મ પૂરૂ પાડે છે. આ તેરમો રઘુકુળ નવરાત્રિ મહોત્સવ છે.

આ સમગ્ર કાર્યક્રમનું સફળ અને આયોજનબધ્ધ સંચાલન વીરદાદાજસરાજ સેના ટ્રસ્ટના પ્રમુખ શ્રી હિતેશભાઈ સરૈયા અને તેની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. લોહાણા સમાજના તમામ સેવા સંગઠનોના પ્રતિનિધિઓ પણ આ મહોત્સવમાં ઉપસ્થિત રહીને ખેલૈયાઓને પ્રોત્સાહિત કરે છે.

નવલાં નોરતાના પ્રથમ દિવસે માનવમંદિરના સંત પ. પૂ. ભક્તિરામ બાપુ લોહાણા વિદ્યાર્થી ભવનનાં પ્રમુખ શ્રી અષ્ટકાન્તભાઇ સુચક, લોહાણા મહાજનના પ્રમુખ શ્રી જગદીશભાઈ માધવાણી, ચંદ્રેશભાઈ રવાણી, હસુભાઈ સૂચક, પી. સી. વણઝારા, રાજુભાઈ શીંગાળા, મહેશભાઈ મશરૂ, હાર્દિક અઢીયા, દીનેશ કારીયા, મયૂર પોપટ, નરેન્દ્રભાઈ વણઝારા, બિપીનભાઈ વણઝારા, જતીન બનજારા, અરવિંદભાઈ ખીમાણી, રમુદાદા માનસેતા, ડો. વડેરા સાહેબ, હસુભાઈ વડેરા, આર. કે. ગઢીયા, હેમાંગ ગઢીયા, જસાભાઈ સરૈયા સમેત તમામ લોહાણા આગેવાનોની હાજરીમાં પૂ. ભક્તિરામ બાપુનું પણ શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવેલ. રઘુવંશી ખેલૈયાઓ પણ અવનવા ટ્રેડિશન ડ્રેસમાં સજ્જ ગરબે ઘૂમવા માટે તત્પર જોવા મળેલ..

આમ સાવરકુંડલા રઘુવંશી જ્ઞાાતિના લોકો માટે આ નવરાત્રિ મહોત્સવ અહીં લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે માઁ ના ગુણલાં ગાવા માટેનો એક રૂડો અવસર સમાન ચોક્કસ કહી શકાય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/