fbpx
અમરેલી

અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીનાઓએ પાસા હેઠળ કાર્યવાહી કરતા, લીસ્ટેડ પ્રોહી. બુટલેગર ઇસમને પાસા હેઠળ જેલમાં ધકેલતીઅમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો

અને અસામાજીક તત્વો તથા ગેરકાયદેસર દારૂની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓઓ અમરેલી જિલ્લામાં દારૂનું ગેરકાયદેસર વેચાણ, હેર-ફેર, ઉત્પાદન અને સંગ્રહની ગેરકાયદે પ્રવૃતિ કરતાં પ્રોહીબીશન બુટલેગર ઇસમો તથા પ્રોહિબીશનના ગુન્હાઓ કરવાની ટેવ વાળા ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુનેગારોને કાયદાનું ભાન થાય, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને, તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓએ અમરેલી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ કરતા ઇસમ સતિષ ઉર્ફે સતિયો ઉર્ફે સતુ કાળુભાઇ ચાવડા, ઉ.વ.૨૬, રહે.પિયાવા, તા.સાવરકુંડલા, જિ.અમરેલી વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, અમરેલીનાઓ તરફ મોકલી આપેલ.

આવા દારૂના ધંધાર્થીની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ અંકુશ લાવવાનું જરૂરી જણાતા, અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અજય દહિયા સાહેબનાઓએ ઉપરોકત ઇસમ વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇસ્યુ કરતાં, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા સતિષ ઉર્ફે સતિયો ઉર્ફે સતુ કાળુભાઇ ચાવડાને પાસા વોરંટની બજવણી કરી, જિલ્લા જેલ, મહેસાણા ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.

પાસા અટકાયતી સતિષ ઉર્ફે સતિયો ઉર્ફે સતુનો ગુનાહિત ઇતિહાસઃ-

સતિષ ઉર્ફે સતિયો કાળુભાઇ ચાવડા રહે.પિયાવા, તા.સાવરકુંડલા વાળો અમરેલી જિલ્લાનો લીસ્ટેડ પ્રોહી. બુટલેગર તથા હિસ્ટ્રીશીટર છે. તેના વિરૂધ્ધમાં છેલ્લા ચાર વર્ષમાં નીચે દર્શાવ્યા મુજબના ગુનાઓ નોંધાયેલ છે.

(૧) વંડા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૬૧૨૩૦૦૬૬/૨૦૨૩,પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી),

(૨) વંડા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૬૧૨૩૦૧૨૩/૨૦૨૩,આઇ.પી.સી. કલમ ૩૯૨, ૪૩૭, ૩૪, ૫૦૪, (૩) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૩૦૧૯૪/૨૦૨૩, ૬૫(એ)(ઈ), ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮(૨).

(૪) નવા બંદર પો.સ્ટે.(ગીર સોમનાથ) ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૩૨૨૦૧૬૧/૨૦૨૨,૬૫(ઇ),૮૧, ૯૯,૯૮(૨). (૫) વંડા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૬૧૨૧૦૪૦૧/૨૦૨૧,પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧,

(૬) વંડા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૬૧૨૧૦૪૦૯/૨૦૨૧, પ્રોહી. કલમ ૬૫(એ) ૬૫(ઇ), ૧૧૬(બી).

(૭) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૨૨૧૦૭૭૩/૨૦૨૧, પ્રોહી કલમ ૬૬(૧)બી. (૮) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૦૦૪૫૬/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૨૧૨, ૧૨૦(બી), તથા પ્રોહી. કલમ ૬૬(૧)બી, ૮૫(૧), ૮૬, ૮૧, ૮૩, ૮૪, ૬૫(એ) તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧),

૨૫(૧)(બી)(એ), ૨૫(૬), ૨૫(૯), ૨૭(૨) તથા જી.પી.એકટ કલમ ૧૩૫. (૯) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૦૦૪૦૪/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૩૦૭, ૧૨૦(બી), ૩૪, ૧૧૪, ૧૪૭, ૧૪૯, ૧૮૮, ૪૪૭, ૫૦૪, ૫૦૬(૨), તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫.

(૧૦) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૦૦૦૩૩/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૪૪૭, ૩૨૯, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫. (૧૧) વંડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧૧૯૩૦૬૧૨૦૦૪૯૧/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૩૯૨, ૫૦૪, તથા જી.પી.એકટ કલમ ૧૩૫.

આમ, પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, જેલ હવાલે કરી, પ્રોહીબીશનની અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/