fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આરોગ્ય ક્ષેત્રે અનેરી ઓળખ સ્થાપિત કરનાર શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે  દર્દીઓને તબીબી સારવાર વિનામૂલ્યે પ્રદાન કરવામાં છે.

૨૫ વર્ષના યુવાન બહેનને પેટમાં મોટી ગાંઠ માલુમ પડતા તપાસ માટે તારીખ ૭-૧૦-૨૩ ના રોજ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલ ખાતે આવેલ ત્યારે માલુમ પડેલ કે તેમને ગર્ભાશયની બાજુમાં અંડકોષની બહુ મોટી ગાંઠ બની ગયેલ હતી જે સીટી સ્કેન કરવાથી ખબર પડી હતી કે ઉપર  લીવર સુધી પહોંચેલી છે. ગાંઠનું ત્વરિત ઓપરેશન કરવાની જરૂરિયાત હતી પરંતુ દર્દીના લોહીના ટકા ઓછા હોવાથી પહેલા દર્દીને લોહી ચડાવવાની જરૂરિયાત હોય તાત્કાલિક બે બોટલ લોહી ચડાવી અને તારીખ ૧૬-૧૦-૨૦૨૨ ના રોજ ઓપરેશન કરવામાં આવેલ. 

જેમાં ઓપરેશનને સફળતાપૂર્વક કરી આપવામાં ડોક્ટર દિપક શેઠ (ઓન્કો સર્જન) ડોક્ટર જે. જે. અઘેરા( ગાયનેકોલોજીસ્ટ) ડોક્ટર રોહિત, ડોક્ટર સાદીકઅલી, સોની (એનેસ્થેટીક) ડોક્ટર ઉમેશ હડિયા સાહેબનો મહત્વપૂર્ણ ફાળો રહેલ તેમજ ઓપરેશનમાં મદદનીશ સ્ટાફ શૈલેશભાઈ બખતરીયા, રેખાબેન બગડા વિશાખાબેન બગડા, પવનભાઈ તથા નર્સિંગ સ્ટાફનો પણ મહત્વપૂર્ણ ફાળો રહેલ. દર્દીની ઉંમર ઘણી નાની ૨૫ વર્ષની હોવાથી ફક્ત જમણી બાજુના અંડાશયની ગાંઠ કાઢવામાં આવી જે લગભગ સાત કિલો જેટલી મોટી હતી જેને આગળ તપાસ માટે મોકલી આપવામાં આવેલ છે

ડાબી બાજુનું અંડાશય તથા ગર્ભાશય દર્દીની ઉંમર નાની હોવાથી બચાવી લેવામાં  આવેલ. ઓપરેશન કર્યા બાદ દર્દીની તબિયતમાં ખૂબ જ સુધારો નોંધાયેલ છે પેથોલોજી રિપોર્ટ આવ્યા પછી જરૂરિયાત પ્રમાણેની આગળની સારવાર શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર તરફથી આપવામાં આવશે.આમ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર એટલે દર્દીઓ માટે નિશુલ્ક ધોરણે આરોગ્યલક્ષી સારવાર પ્રદાન કરતું સેવાધામહોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ પ્રકાશ કટારીયા સંસ્થાના પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતા મંત્રી શ્રી દિવ્યકાંતભાઇ સૂચક સહમંત્રી ભરતભાઈ જોષી સમેત તમામ ટ્રસ્ટીગણ પૂ મોરારી બાપુનાં આશીર્વાદ સાથે હજુ વધુ મેડિકલ વિભાગો ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/