fbpx
અમરેલી

સાવરકુંડલાનાં રહેવાસીઓની થઈ ધરાર વિકાસ…વગર ભૂખે…જાણે પરાણે મોઢામાં દાબી દાબીને ખવડાવવા જેવી હાલત.

સિમેન્ટના બ્લોક વાળો રોડ બનાવવા આઝાદ ચોકમાં કોન્ટ્રાક્ટરે આખી શેરી ખોદીને…ખેદાનમેદાન કરી નાખી.. લોકોને કોઈપણ પ્રકારની જાણ કર્યાં વગર ગટર.. પીવાના પાણીના કનેકશન તોડી નાખ્યાં. છેલ્લા 10 દિવસથી ખોદકામ કરેલ શેરી જેમની તેમ પડી છે. શેરીમાં રહેતા 13 જેટલા કુટુંબો નગરપાલિકા અધિકારીને ફોન થી ફરીયાદ કરી કરીને થાક્યા. આ પરિવારો એટલા તો કંટાળી ગયા છે કે, બધાં રહેવાસી એક અવાજે કહે છે કે,અમારે રોડ નથી બનાવવો. ભલે કાચો ને કાચો રહયો. પણ આ ત્રાસ માંથી કોઈ મુક્તિ અપાવી. અમે ક્યારેય રોડની માંગણી પણ કરી નથી. રાતો રાત અમારી શેરી જેમ ફાવે તેમ ખોદી નાંખી. છેલ્લા 10 દિવસથી પીવાનું પાણી ક્યાંથી ભરવા તે સવાલ ઉભો થયો છે. સત્તાવાળાઓએ હાથ ઉંચા કરી દીધા છે. કોન્ટ્રાક્ટર રોડ ખોદી નાખ્યા પછી 10 દિવસથી ગુમ છે.

અનુભાઇ ગાંઠીયા વાળા ની દુકાન પાસે આવેલ આ શેરી જે  વોર્ડ ન. 2 માં આવે છે,ચુંટણી સમયે બે હાથ જોડી, કાલીઘેલી ભાષામાં ઘેર ઘેર કાકલુદી કરતા સદસ્યો એ તાત્કાલિક આ શહેરી જનો ને રૂબરૂ મળી જો કોઈ રસ્તો થતો હોય તે રીતે ઉકેલ લાવવાની જવાબદારી બને છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/