fbpx
અમરેલી

અમરેલી, ભાવનગર તથા અમદાવાદ જિલ્લાઓના ઘરફોડ ચોરીઓના ગુનાઓમાંનાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ દ્રારા તા.૧૫/૧૦/૨૦૨૩ થી તા.૩૧/૧૦/૨૦૨૩ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરત આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી હરેશ વોરા સાહેબ નાઓએ અમરેલી જિલ્લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા

આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે અમરેલી તાલુકા તથા ભાવનગર જિલ્લાના બોરતળાવ, વરતેજ તેમજ અમદાવાદ જિલ્લાના ચાંગોદર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

મુકેશ નારૂભાઇ ગણાવા, ઉ.વ.૨૮, રહે.ઝરીબુજર્ગ, ખરેલી માળ ફળીયુ, તા.ગરબાડા, જિ.દાહોદ,

નાસતા ફરતા ગુનાઓની વિગતઃ-

પકડાયેલ આરોપી આરોપી મુકેશ નારૂભાઇ ગણાવા નીચે મુજબના ગુનાઓમાં નાસતો ફરતો છે.

(૧) અમરેલી તાલુકા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૩૦૦૨૧/૨૦૨૩ IPC કલમ ૩૮૦, ૪૫૭, ૧૧૪ (૨) અમરેલી તાલુકા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૩૦૫૧૦/૨૦૨૩ IPC કલમ ૪૦૧, ૧૨૦બી, ૩૪

(૩) બોરતળાવ પો.સ્ટે. જિ.ભાવનગર ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૫૨૩૦૦૮૨/૨૦૨૩,IPC કલમ ૪૫૭, ૩૮૦.

(૪) વરતેજ પો.સ્ટે. જિ.ભાવનગર ગુ.ર.નં. ૧૧૧૯૮૦૬૭૨૨૦૮૭૫/૨૦૨૨,IPC કલમ ૪૫૭, ૩૮૦.

(૫) ચાંગોદર પો.સ્ટે. જિ.અમદાવાદ ગુ.ર.નં.૧૧૧૯૨૦૧૫૨૩૦૦૯૨ /૨૦૨૩ IPC કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી હરેશ વોરા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જીગ્નેશભાઈ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ, તથા હેડ કોન્સ. આદિત્યભાઈ બાબરીયા, તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/