fbpx
અમરેલી

વડીયા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં ૫ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડઆરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

આગામી તા.૧૭/૧૧/૨૦૨૩ ના રોજ મધ્યપ્રદેશ રાજયમાં વિધાનસભા ચુંટણી યોજાનાર હોય, આ વિધાનસભા ચુંટણી પ્રક્રિયા તટસ્થ, ન્યાયિક અને પારદર્શક રીતે યોજાય તે માટે મધ્યપ્રદેશ રાજયમાં રહેતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ દ્રારા તા.૧૫/૧૦/૨૦૨૩ થી તા.૩૧/૧૦/૨૦૨૩ સુધી ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમિયાન ભાવનગર રેન્જના જિલ્લાઓના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી હરેશ વોરા સાહેબ નાઓએ અમરેલી જિલ્લાના ગુનાઓમાં મધ્યપ્રદેશ રાજયમાં રહેતા વોન્ટેડ આરોપીઓને તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે વડીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૩૨/૨૦૧૭, આઇ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦ મુજબના કામેનો આરોપી છેલ્લા ૫ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, મજકુર આરોપીની મધ્યપ્રદેશ રાજ્યમાં તેના વતનમાં તપાસ કરતા મજકુર હાલ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના ખીરી ગામે મજુરી કામ કરતો હોવાની હકિકત આધારે મજકુર લીસ્ટેડ આરોપીને પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ વડીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

કુલસીંગ ઉર્ફે ફુલસીંગ કમરૂ મહેડા, ઉ.વ.૩૧, રહે.બડી જવારી, તડવી ફળીયુ, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ), હાલ રહે.ખીરી ગામ, વાડી વિસ્તાર, તા.જોડીયા, જિ.જામનગર.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી હરેશ વોરા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ, મહેશભાઇ સરવૈયા તથા હેડ કોન્સ. નિકુલસિંહ રાઠોડ, મનીષભાઇ જાની, તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. રાહુલભાઇ ઢાપા, ઉદયભાઇ મેણીયા દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/