fbpx
અમરેલી

ગાંધી-સરદારનાં ગુજરાતમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિ બંધ કરાવી યુવાધન અને ગુજરાતીઓને બચાવવા પૂર્વ સાંસદ ઠુંમરે પ્રધાન મંત્રી ને લખ્યો પત્ર

અમરેલી ગાંધી-સરદારનાં ગુજરાતમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિ બંધ કરાવી યુવાધન અને ગુજરાતીઓને બચાવવા પૂર્વ સાંસદ ઠુંમરે પ્રધાન મંત્રી ને લખ્યો પત્ર નકલી ઘી, દુધ, પનીર તેમજ અનેક નકલી ખાદ્ય ચીજ વસ્તુ ઓ નકલી પ્રવૃતિનો વેપાર ડ્રગ્સ, દારૂ, લઠ્ઠો નકલી અધિકારીઓ, નકલી ઓફીસ, નકલી લોકો તેમજ મોટા ઉદ્યોગોનાં નામે નકલી ઉદ્યોગકારો અને બેંકનાં રૂપિયા ચાવ કરીને ભાગી જનારા નકલી લોકોનું પ્રમાણ વધ્યું છે. અમરેલી જિલ્લામાં ઉદ્યોગોના નામે પવન ચકકી ખેડુતોની ફળદ્રુપ જમીન અને વિસ્તારમાં જીવન દુષ્કર બનાવ્યું છે.

આ બાબતે રાજયના મુખ્યમંત્રીને અનેક પત્રો લખીને રાજયનાં જુદા-જુદા અખબારોમાં પ્રેસ પ્રસિધ્ધ તેના કટીંગ મોકલી રજુઆત કરી ચુક્યો છુ પરિણામ શુન્ય છે. અમરેલી જિલ્લામાં ગુજરાતમાં મોંઘી રેતી અધિકારીઓમાં હપ્તાખોરી અને કરપ્શન વધતુ જાય છે. બહેન-દિકરીઓની સલામતી જોખમાતી જાય છે. ખેડુતો તેમજ મધ્યમવર્ગનાં લોકો આત્મવિલોપન કરી રહ્યા છે સૌરાષ્ટ્ર સાથે જોડાયેલા સુરતમાં ૭ લોકોએ આત્મવિલોપન કર્યું છે. રૂલિંગ પાર્ટીનાં ચુટાયેલા પદાધિકારીઓ ધાક-ધમકી જમાવી દાદાગીરી કરી રહ્યા છે. અમરેલીના ત્રણ-ત્રણ ટર્મ થી ચુટાયેલા સાંસદની અનેક ફરિયાદો ઉભી થઈ છે ચુટાયેલા ધારાસભ્યો પણ ધર્મ અને જાતિના નામે વાણી વિલાસ કરી રહ્યા છે લોકો ઉપર ભય અને ડર પેદા કરી રહ્યા છે.

આ બાબતે જાહેરજીવનનાં આગેવાન તરીકે અનેક પ્રેસનિવેદન કરી ચુક્યો છું પરંતુ પરિણામ શુન્ય છે. (તાજેતરમાં જુદા-જુદા પ્રેસ કટીંગની નકલ આ સામેલ રાખી મોકલી રહ્યો છુ) એક ગુજરાતી અને પુર્વ સાંસદ તરીકે આપ મુખ્યમંત્રી હતાં ત્યારે જુદા-જુદા વિભાગની પરામર્શ સમિતિની અનેક બેઠકોમાં આપની સાથે ભાગ લઈ ચુક્યો છું. આપની કાર્યકુશળતા બાબતે શંકા નથી રામ રાજયની સ્થાપના કરવાનાં સ્વપ્નો આપણે બધા જોઇ રહ્યા છીએ.(2)

દેશનાં પુર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ રામનાં વિચારો સાથે હિન્દુસ્તાનનાં લોકો જોડાઇ તે માટે રામાનંદ સાગરની રામાયણમાં પ્રસારણ માટેની મંજુરી ૧૯૮૫ માં આપી હતી અને રામાયણ ભારત દેશનાં લોકોએ જોઇ અને વિચારો પ્રસ્થાપિત કરવા માટે વિચારો કર્યા હતા. ૧૯૮૬ માં રાજીવજીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને મનાવીને રામ મંદિરનાં દરવાજા ખોલ્યા હતા. ૧૯૮૯ માં રાજીવજીએ પોતાનાં ચુંટણી પ્રચારમાં સરકાર બનશે તો રામ મંદિર બનાવવા નિર્ધાર કર્યો હતો. ટીવી રામાયણ પ્રસિધ્ધ કરાવી દેશમાં ખુબ સફળતા મળી હતી

તે કલાકારો સાથે રાજીવ ગાંધીએ ભોજન પણ કર્યું હતું. સુપ્રિમ કોર્ટમાં કેસ લંબીત હોય તે સમયે કદાચ રાજીવજી રામ મંદિર બનાવી શકયા ન હતાં પરંતુ આપના ૧૦ વર્ષનાં શાસન બાદ અયોધ્યામાં રામ મંદિરનું પ્રસ્થાપિત થાય તે માટેના ચક્રો ગતિમાન થઈ ચુક્યા છે પરંતુ આ દેશની લોકશાહિમાં જેનો મહત્વનો ફાળો છે તેવા ગુજરાત રાજય ગાંધીજી અને સરદારજીનાં સિધ્ધાંતો સાથેનું ગુજરાત બન્યું છે કે કેમ તે બાબતની વિચારણાં માંગી રહી છે. ગુજરાત રાજયમાં બદીઓ વધતી જાય છે ખોટા કામ કરનાર લોકોનું પ્રભુત્વ વધતું જાય છે ત્યારે ઉપરોકત બાબતે વર્ણવી છે તે તમામ બાબત પર ધ્યાન કેન્દ્રીત કરવું એક જાહેરજીવનનાં આગેવાન તરીકે મને લાગી રહ્યું છે. મારો પત્ર વાંચ્યા પછી દુઃખ લાગે તો માફ કરશો પરંતુ એક ગુજરાતી તરીકે અને જાહેરજીવનના વ્યક્તિ તરીકે સહકારી આગેવાન તેમજ ખેડુત પુત્ર તરીકે મને જે લાગી રહ્યું છે તે આપના ધ્યાન ઉપર મુકી રહ્યો છું.

આશા પણ રાખી રહ્યો છું કે એક ગુજરાતી તરીકે દેશનાં વડાપ્રધાન પદે કામ કરવાની એક વિશાળ તક મળી છે ત્યારે ગુજરાતીઓનું ગૌરવ વધે યુવાધન બરબાદ ન થાય, પ્રાથમિક શિક્ષણ અને વ્યક્તિની પ્રાથમિકતા તરફ ગંભીરતાપુર્વક ધ્યાન અપાઇ, પબ્લીક સેવા માટે પૈસાને ગૌણ ગણીને ગમે તે ખર્ચ કરવો પડે તે ખર્ચ કરીને ગુજરાતી તરીકે ગુજરાતમાં વધતી જતી બદી સમાપ્ત થાય તે માટે કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે આ પત્રથી આપનું ધ્યાન દોરી રહ્યો છું અને આશા રાખી રહ્યો છુ કે આ બાબત ખુબજ ગંભીરતાપુર્વક અમલમાં મુકવા પ્રયાસ કરશો તેવી વિનંતી સાથે આપનો સ્નેહીજન જાહેરજીવનનાં વ્યક્તિ તરીકે આ મારો પત્ર છે.તેમ વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/