fbpx
અમરેલી

સિંહ દિપડાના હિંસક હમલાથી ખેડૂતો, ખેતમજરો મોતને ભેટે છે.” દિવસે વિજની આપવા છતા ખેડૂતોએ ખેતીપાકોને નુકશાન કરતા રોઝ – ભડના ત્રાસ સામે રાત્રે રખોપા કરવા પડે છે ‘

અમરેલી જિલ્લા સહિત અનેક જિલ્લાઓમાં હિંસક દિપડાઓના ખેડૂતો અને ખેતમજુરો ઉપર હુમલાથી મોતને ભેટી રહયા છે. આ ઘટનાઓ દુઃખદ ઘટનાઓ છે. ઉપરાંત આવી ઘટનાઓથી ખેતીને વ્યાપક નુકશાન થઈ રહય છે, ગીરના જંગલને અડીને આવેલા અમરેલી, જુનાગઢ,ગીર સોમનાથ જિલ્લાઓમાં દિપડા ઉપરાંત સિંહના હિંસક હુમલાઓના સતત બનાવો બનતા રહે છે. ગીરનું જંગલ છોડીને હિંસક પ્રાણીઓ આજુબાજુના જિલ્લાઓમાં વસવાટ કરતા જાય છે. ત્યારે આવા હિંસક પ્રાણીઓ સિંહ, દિપડાઓને રેવન્યુ વિસ્તામાંથી પકડીને ગીરના જંગલમાં મુકવા રજુઆત કરવામાં આવી છે. ભૂતકાળમાં ગીરના જંગલમાં માલધારીઓના નેસડાઓ અને વસવાટ હતા, ત્યાં સુધી સિંહ રેવન્યુ વિસ્તારમાં ઓછા હતા. વન વિભાગની અણઘડ નિતિઓના હિસાબે માલધારીઓને જંગલ બહાર કાઢતા સિંહ, દિપડાઓ પણ રેવન્યુ વિસ્તારમાં આવી ગયા છે. ત્યારે ગીરના જંગલના ફરી માલધારીઓના વસવાટ અને તેને પ્રાથમિક સુવિધાઓ આપવા કિસાન મોરચા ગુજરાત ભા.જ.પ.ના મહામંત્રી હિરેન હિરપરા એ રજુઆત કરી છે.

જે વિસ્તારમાં ભૂંડ અને રોઝનો ત્રાસ છે, તેવા વિસ્તારોમાં ખેડૂતોને દિવસે વિજળી આપવાથી સમસ્યાનું સમાધાન નથી, ખેડૂતો અને ખેત મજુરોએ રાત ઉજાગરા કરીને તેના પાકને રાત્રે નુકશાન કરતા ભૂંડ અને રોઝથી બચાવવો પડે છે. ત્યારે આવા હિંસક હુમલોઓ બનતા ખેડૂતો મજુરો ભયભીત બને છે. આજે ખેડૂતો ખેતી છોડી રહ્રયા છે, ત્યારે આવા હિંસક પ્રાણીઓના હુમલાથી બેવડો માર પડી રહયો છે, ત્યારે આવા હિંસક પ્રાણીઓને રેવન્યુ વિસ્તારમાંથી ગીરના જંગલમાં મુકવા અને આવા હુમલા અટકાવવા તાકિદે પગલા ભરવા રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજયના વન મંત્રીશ્રી મુળભાઈ બેરા ને ગુજરાત ભાજપ કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી હિરેન હિરપરા એ રજુઆત કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/